ચાંદીપુરા વાયરસના લક્ષણો શું છે? – ચાંદીપુરા વાયરસના લક્ષણો શરૂઆતમાં સામાન્ય તાવ જેવા લાગે છે, પરંતુ તે ખૂબ ઝડપથી વધી જાય છે. બાળકને ઊંચો તાવ, માથું દુખવું, શરીરમાં દુખાવો, થાક અને ઉલ્ટી આવી શકે છે. પછી 24થી 72 કલાકમાં આંચકી (ફિટ્સ) આવી શકે છે. ઘણા કિસ્સાઓમાં બીમારી ખૂબ જ ઝડપથી વધે છે અને મૃત્યુનું જોખમ વધારે હોય છે. આ બીમારીથી બચવા માટે રાત્રે મચ્છરદાનો ઉપયોગ કરો, આસપાસની જગ્યા સ્વચ્છ રાખો, ઘરની આજુબાજુ પાણી ભરાવા ન દો, ઘરની દિવાલોની તિરાડો પુરાવી દે, જો બાળકોમાં આ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.