ચાંદીમાં અચાનક 7831, સોનામાં 2555 નો કડાકો, ક્રૂડ ઓઈલ એકઝાટકે 80 ડૉલરની નજીક

By: Nation Gujarat Team
08 Jul, 2026

Silver and Gold Price News : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન સાથે કોઈ ડીલ નહીં કરવાની જાહેરાત સાથે જ સમગ્ર વિશ્વમાં હડકંપની સ્થિતિ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલમાં ભડકો બોલાઈ ગયો છે. જ્યારે સોના અને ચાંદીની કિંમતોમાં પણ પ્રચંડ કડાકાની સ્થિતિ સર્જાઈ છે.

સોનાની શું છે સ્થિતિ?

સોનાની વાત કરીએ સોનામાં સવારે બજાર ખુલ્યા બાદ સામાન્ય કડાકો હતો પરંતુ ટ્રમ્પની જાહેરાત બાદ આ કડાકો એકસાથે વધીને 2555 રૂપિયાને વટાવી ગયો અને સોનું એકદમથી 142837 રૂપિયાને લેવલે આવી ગયું.

ચાંદીના હાલ બેહાલ

બીજી બાજુ ચાંદીના હાલ તો બેહાલ થઈ ગયા હોય તેવા લાગી રહ્યા છે. જે ચાંદી ગઇકાલે 230857 રૂપિયા પર બંધ થઇ હતી તે આજે 230015 રૂપિયાએ ખુલી હતી તે પછી એક ઝાટકે ગગડીને 223206 રૂપિયાના લેવલે પહોંચી ગઈ છે. એટલે કે ચાંદીમાં એકઝાટકે 7831 રૂપિયા સુધીનો કડાકો આવી ગયો છે. ટ્રમ્પના એક એલાનથી જ દુનિયાભરમાં હડકંપની સ્થિતિ જોવા મળી રહી છે.


Related Posts

Load more