ઈરાને પરમાણુ કરતાં પણ ખતરનાક ‘હથિયાર’ બનાવ્યું, AI ના પણ ચણા નહીં આવે, અમેરિકા ટેન્શનમાં

By: Nation Gujarat Team
28 Jun, 2026

Iran Creates Biological Intelligence: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને શાંતિ કરારોની ચર્ચા વચ્ચે ઈરાનના વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન જગતમાં એક નવો ખૌફનાક ઈતિહાસ રચી દીધાનો દાવો કર્યો છે. ઈરાનની બ્રેન રિસર્ચ એન્ડ ટેકનોલોજી ટીમે લેબની અંદર જીવંત માનવીની નસોના કોષો (Live Human Neurons)ની મદદથી એક નાનું ‘આર્ટિફિશિયલ મગજ’ તૈયાર કર્યું છે. વિજ્ઞાનની ભાષામાં આ ટેકનોલોજીને ‘બાયોલોજિકલ ઇન્ટેલિજન્સ’ (BI) અથવા ‘ઓર્ગેનોઇડ ઇન્ટેલિજન્સ’ કહેવામાં આવે છે. આ કોઈ સામાન્ય કમ્પ્યુટર સોફ્ટવેર નથી, પરંતુ એક જીવંત નેટવર્ક છે જે માણસની જેમ જાતે નિર્ણયો લઈ શકે છે.


Related Posts

Load more