ગાંધીનગર: ગુજરાતના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આવેલું ભારતનું પ્રથમ સ્માર્ટ ફાઈનાન્શિયલ અને ટેક્નોલોજી શહેર એટલે ગિફ્ટ સિટી. જેની સ્થાપના ભારતને વૈશ્વિક પટલ પર નાણાકીય સેવાઓના કેન્દ્ર તરીકે વિકસાવવા માટે કરાઈ છે. હવે આ ગિફ્ટ સિટી વિશે હાલ મોટા સમાચાર એ છે કે ગિફ્ટ સિટીમાં વિદેશી દારૂ પર લાગતા કરમાં મોટી રાહત આપવામાં આવી છે. નાણાં વિભાગે નવું જાહેરનામું બહાર પાડ્યું. ગિફ્ટ સિટીમાં મંજૂર થયેલી વાઇન એન્ડ ડાઇન સુવિધાઓમાં પીરસાતા વિદેશી દારૂને કર રાહત આપવામાં આવી છે. આમ તો ગુજરાતમાં દારૂબંધી લાગૂ છે. પરંતુ ગિફ્ટ સિટીમાં ગુજરાત સરકારના નાણા વિભાગે બહાર પાડેલા જાહેરનામા મુજબ વિદેશી દારૂ પર વસૂલાતો કર 25 પૈસા પ્રતિ રૂપિયા કરતાં વધુ હોય તો વધારાનો કર માફ થઈ જશે. નોંધણી થયેલી હોય તેવા એફ એલ થ્રી લાયસન્સ ધરાવતા ડીલરોને આ રાહતનો લાભ મળશે. અત્રે જણાવવાનું કે ગિફ્ટ સિટીમાં ગ્રાહકોને પીરસાતા વિદેશી દારૂ માટે જ રાહત લાગુ પડશે.
નોટિફિકેશનમાં સુધારો
આ નોટિફિકેશન એ ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ અધિનિયમ હેઠળ નોટિફિકેશનમાં સુધારો કરવામાં આવ્યો છે. નાણાં વિભાગે 23 જૂન 2026ના રોજ જાહેરનામું બહાર પાડ્યું અને આ જાહેરનામું બહાર પડતાની સાથે જ અમલમાં આવી ગયું છે. સરકાર દ્વારા અગાઉના 31 માર્ચ 2006ના નોટિફિકેશનમાં સુધારો કરવામાં આવ્યો છે.
અત્રે જણાવવાનું કે ગિફ્ટ સિટીને વૈશ્વિક નાણાકીય અને વ્યાવસાયિક હબ તરીકે વધુ આકર્ષક બનાવવા માટેનો સરકારનો નિર્ણય છે. ગિફ્ટ સિટીમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને વિદેશી રોકાણકારોને તેનો પરોક્ષ લાભ મળશે. રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં વ્યવસાયિક વાતાવરણને વધુ અનુકૂળ બનાવવા કર રાહતની જાહેરાત કરી છે.
મહત્વની વાતો
શું છે આ ગિફ્ટ સિટી?
ગુજરાતમાં દારૂબંધી છતાં અહીં કેમ દારૂની છૂટ?
અત્રે જણાવવાનું આમ તો ગુજરાતમાં દારૂબંધી લાગૂ છે પરંતુ ગુજરાત સરકારે ગિફ્ટ સિટીના નિર્ધારિત વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી વિસ્તારમાં વિદેશી દારૂ પીરસવા માટે ખાસ છૂટછાટ આપેલી છે. જેનો હેતુ વૈશ્વિક કંપનીઓ, રોકાણકારો અને વિદેશી વ્યવસાયિકોને વિશ્વ સ્તરની સુવિધાઓ પૂરી પાડવાનો છે.
ગિફ્ટ સિટીમાં કઈ કઈ કામગીરી ચાલે છે