વરસાદની આગાહી: ગુજરાતના 11 જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ

By: Nation Gujarat Team
03 Jun, 2026

Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી વાતાવરણમાં આવેલા મોટા પલટાને કારણે ગરમીમાં રાહત મળી છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આજે (3 જૂન) રાજ્યના 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વાતાવરણ વધુ સક્રિય રહેશે. આજે જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને કચ્છનો સમાવેશ થાય છે. અહીં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે.

અસહ્ય ગરમીથી મળી મુક્તિ!

હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ, અમદાવાદમાં સોમવારે તાપમાન 40.8°C હતું, જે મંગળવારે ઘટીને 37°C પર પહોંચ્યું છે, એટલે કે એક જ દિવસમાં 3.8°C નો ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ રાહત ગાંધીનગરમાં જોવા મળી છે, જ્યાં તાપમાન સામાન્ય કરતા 4.7°C જેટલું નીચે ઉતરીને 36.2°C નોંધાયું છે.


Related Posts

Load more