આજથી જૂન મહિનો શરૂ થઈ ગયો છે. ગ્રહોની ચાલ અનુસાર જૂન મહિનો મહત્વપૂર્ણ રહેવાનો છે. આ મહિને 1 કે 2 નહીં પરંતુ 5 ગ્રહોનું ગોચર થવાનું છે. સૌથી પ્રથમ ગોચર શુભારંભ ગુરૂ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરી 2 જૂને કરશે. ત્યારબાદ 8 જૂને શુક્ર પણ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના ગોચરથી મહાલક્ષ્મી રાજયોગ બનશે. તો ગુરૂ ઉચ્ચ રાશિમાં રહી હંસ મહાપુરૂષ રાજયોગ બનાવશે. પછી મિથુન રાશિમાં સૂર્યનું ગોચર 15 જૂને થશે. 21 જૂને ગ્રહોના સેનાપતિ મંગળ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. 22 જૂને કર્ક રાશિમાં બુધનો પ્રવેશ થશે. બુધ ગોચર કરી શુક્રની સાથે લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવશે. તેવામાં જૂનના મહિનામાં ઘણા રાજયોગનો સંયોગ જોવા મળશે. કેટલાક જાતકોને આ રાજયોગ અને શુભ યુતિથી ભાગ્યનો સાથ મળશે. આવો જાણીએ જૂન મહિનામાં કઈ રાશિઓના અચ્છે દિન શરૂ થવાના છે.
મિથુન રાશિના જાતકો માટે જૂનનું ગોચર કેવું રહેશે?
જૂનના મહિનામાં ગ્રહોની શુભ યુતિ અને રાજયોગ બનવાથી મિથુન રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે. જીવન સુખમય પસાર થશે. બિઝનેસ કરતાં લોકોને નફો થશે. ઘર પરિવારના સભ્યોનો સાથ મળશે. ધન લાભનો યોગ છે. તમારા બોસનો સાથ મળશે. કરિયરમાં પ્રગતિ થશે.
કર્ક રાશિના જાતકો માટે કેવો રહેશે જૂન મહિનો?
કર્ક રાશિને જૂન મહિનામાં ગ્રહોની યુતિ અને રાજયોગ બનવાથી લાભ થઈ શકે છે. ઘર-પરિવારમાં માહોલ સુખ-શાંતિભર્યો રહેશે. શત્રુ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. તમારે કોઈ નિર્ણય લેવામાં વધુ મહેનત કરવી પડશે નહીં. આત્મવિશ્વાસ ઊંચો રહેશે. વેપારમાં પ્રગતિ થશે.
કન્યા રાશિ માટે ગ્રહોનું ગોચર કેવું રહેશે?
જૂન મહિનામાં ગ્રહોની શુભ યુતિ અને રાજયોગ બનવાથી કન્યા રાશિના જાતકોને ખુશખબર મળી શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં તમને સફળતા મળશે. અટવાયેલા નાણા પરત મળી શકે છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. તમારા પ્રદર્શનમાં સુધાર થશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે આ સંપૂર્ણ સત્ય અને સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો.