હોર્મુઝમાં ફસાયેલા જહાજો માટે ઇરાનની મોટી જાહેરાત, કહ્યું – ‘દરિયાઈ, ટેક્નિકલ અને મેડિકલ સહાય આપીશું’

By: Nation Gujarat Team
07 May, 2026

Donald Trump Iran War End: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થવાની શક્યતા વ્યક્ત કરી છે. ટ્રમ્પની આ જાહેરાત બાદ ઈરાને પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કોમર્શિયલ જહાજોને તકનીકી અને મેડિકલ સહાય આપવાનું આશ્વાસન આપ્યું છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

પાકિસ્તાન અને અન્ય દેશોની વિનંતી પર ટ્રમ્પે ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ (દરિયાઈ નાકેબંધી) ને કામચલાઉ ધોરણે રોકવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ઈરાન સાથે પરમાણુ પ્રોગ્રામ અને દરિયાઈ સુરક્ષા મુદ્દે સમજૂતી કરવા માટે અમેરિકા તૈયાર છે. ઈરાની સત્તાવાર ન્યૂઝ એજન્સી IRNA અનુસાર, હવે ઈરાન હોર્મુઝ વિસ્તારમાં જહાજોને ઈંધણ, ખોરાક અને સ્વાસ્થ્ય સેવાઓ જેવી સુવિધાઓ આપશે.

દરિયાઈ માર્ગે સુરક્ષાની નવી આશા

ઈરાનના પોર્ટ્સ એન્ડ મેરીટાઈમ ઓર્ગેનાઈઝેશને તમામ જહાજોના કેપ્ટનો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જહાજો જરૂર પડ્યે ઈરાની બંદરોનો સંપર્ક કરી શકશે. દરિયાઈ સુરક્ષાનો આ સંદેશ આગામી ત્રણ દિવસ સુધી દિવસમાં ત્રણ વાર પ્રસારિત કરવામાં આવશે. કોઈપણ કટોકટીમાં ઈરાન હવે તબીબી સહાય અને સમારકામની સામગ્રી પૂરી પાડવા કટિબદ્ધ છે.

શરૂ થઈ શકે છે નવી સમજૂતી

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાન વિરુદ્ધના સૈન્ય અભિયાનમાં સફળતા મળ્યા બાદ હવે વાટાઘાટોનો સમય પાકી ગયો છે. જો બંને દેશો વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થાય, તો મધ્ય-પૂર્વ (Middle East) માં મોટી અશાંતિ ટળી શકે છે.


Related Posts

Load more