સોસાયટીઓમાં પ્રવેશબંધી-મોંઘવારી છતાં ભાજપ કેમ જીત્યું? અસંતોષ ડામવા વપરાયો આ માસ્ટર પ્લાન

By: Nation Gujarat Team
29 Apr, 2026

Gujarat Local Body Elections 2026: ફરી એકવાર ભાજપે સ્વરાજ્યની સંસ્થાઓ પર ભગવો લહેરાવી દીધો છે. ચૂંટણી પહેલાં રોડ પર દેખાતો જનઆક્રોશ ઇવીએમમાં ક્યાંય દેખાયો ન હતો. રાંધણગેસની અછત, મોંઘવારી અને બેરોજગારી જેવા સળગતા મુદ્દાઓથી જનતા ભારોભાર નારાજ છે તેમ છતાંય ભાજપને ઉની આંચ આવી નથી. આ વખતે ભાજપ શામ, દામ, દંડ, ભેદની નીતિથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યું છે. ભાજપ ચૂંટણી સોગઠા ગોઠવવામાં માહિર સાબિત થયું છે.

જનરોષ છતાં પરિણામોમાં ભાજપનો દબદબો

ટિકિટની વહેંચણી બાદ ભાજપમાં એટલો આંતરિક અસંતોષ વધ્યો હતો કે, ઠેર ઠેર ભાજપના ઉમેદવારોને પ્રજાના રોષનો ભોગ બનવું પડ્યું હતું. સોસાયટીઓમાં ભાજપના ઉમેદવારો પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. અસંતુષ્ટો પાછલા બારણે એવા સક્રિય થયાં કે, ચૂંટણી પરિણામ પર અસર થશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું હતું. પણ આવું કશુંય થયું નહીં તેનું કારણ એ છે કે, ભાજપની નેતાગીરી ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહી હતી. આ કારણોસર અસંતુષ્ટોની ધાર બુઠી થઈ હતી. ચૂંટણીમાં તેઓ કશું જ કરી શક્યાં નહીં.


Related Posts

Load more