ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી બાદ વરસાદની આગાહી! જાણો કઈ તારીખે અને ક્યાં માવઠું થશે?

By: Nation Gujarat Team
13 Mar, 2026
અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જોકે, આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે. ગુજરાતમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપી છે. હવામાન વિભાગ પહેલા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને અથ્રૈયા શેટ્ટીએ પણ ગુજરાતના હવામાનમાં પલટાની સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે તો વરસાદની સાથે કરા પડવાની પણ આગાહી કરી છે.
હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં હીટવેવ અને ગરમ રાત માટે ચેતવણી જાહેર કરી છે. ગુજરાતમાં 13 માર્ચે ચોક્કસ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આપેલી આગાહીમાં શુક્રવારે 13મી માર્ચના રોજ સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ અને સુરતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકિનારે આવેલા વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશનની આગાહી આપવામાં આવી છે. જોકે, 14થી 18મી માર્ચ સુધીમાં કોઈ પણ ચેતવણી આપવામાં આવી નથી. આ 18મી માર્ચ સુધીમાં કોઈ વિસ્તારમાં વરસાદની આગાહી પણ આપવામાં આવી નથી.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 18 માર્ચના કચ્છ, બનાસકાંઠા, પાટણમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપી છે.
હવામાન વિભાગની માહિતી પ્રમાણે, 19 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં વરસાદની આગાહી આપી છે.

Related Posts

Load more