BCCI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં દુબેએ જણાવ્યું કે, “હું જાણતો હતો કે, ઓવરના પહેલા 2 બોલ સૌથી મહત્ત્વપૂર્ણ હશે કેમ કે, 2 બોલ સારા ફેંકાય તો મેચ અમારી ઝોળીમાં આવી જાય. એ પહેલાથી જ નક્કી હતું કે છેલ્લી ઓવર મારા ભાગે જ આવવાની છે. હું ગભરામણ અનુભવી રહ્યો હતો. વર્લ્ડ કપની સેમિફાઇનલમાં છેલ્લી ઓવર ફેંકવી હંમેશાં પડકારજનક હોય છે.”
દુબેએ આગળ કહ્યું, “બેથલ સદી પૂરી ચૂક્યો હતો, એટલે મને અંદાજ હતો કે, છેલ્લી ઓવર ફેંકવી સરળ નહીં હોય. મેં પોતાના પર વિશ્વાસ બનાવી રાખ્યો અને પોતાની ક્ષમતા પર ભરોસો કર્યો. તમને જણાવી દઈએ કે, શિવમ દુબેએ આ સેમિફાઇનલ મેચમાં 25 બોલમાં 43 રનની બહુમૂલ્ય ઇનિંગ રમી હતી.