IRAN ISRAIL WAR – ઇરાને ઇઝરાયલ પર જવાબી હુમલો કર્યો , 70 મિસાઇલથી ઇઝરાયલ પર કર્યો હુમલો

By: Nation Gujarat Team
28 Feb, 2026

ઇરાન અને ઇઝરાય વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયુ છે બંને દેશો વચ્ચે યુદ્ધ ની સ્થિતિ આગના ગોળા જેવી બની ગઇ છે. અમેરિકા-ઇઝરાયલના હુમલા પછી ઇરાને પણ ઇઝરાયલ પર જવાબી હુમલો કર્યો છે અને 70 જેટલી મિસાઇલથી ઇઝરાયલ પર ખતરનાક હુમલો કર્યો. ઇરાનના હુમલાથી હાલ ઇઝરાયલમાં એલર્ટ આપી દેવામાં આવયું છે તો ઇઝરાયલના આર્મિ ચિફે પણ કહ્યુ કે ઇરાને ઇઝરાયલ પર મિસાઇલથી હુમલો કર્યો છે. ઇરાનના જવાબી હુમલામાં યેરુસ્લમ, હાઇફા,શેફેલ્લાહા જેવા શહેરોનો સમાવેશ થાય છે. યેરુસ્લમમાં હાલ હાઇએલર્ટ આપી દેવામાં આવ્યુ છે ત્યાના સ્થાનિકોને શેલ્ટરમા જતા રહેવા સુચના આપી દેવામાં આવી છે.  તો ઇસરાયલે પણ ઇરાન તરફથી થતા હુમલા ને રોકવા પુરી શક્તીથી કામ કરી રહ્યુ છે. ઇઝરાયલે તેની એન્ટી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એક્ટીવ કરી દીધી છે. ઇઝરાયલે દેશમાં નેશનવાઇઝ ઇમરજન્સી અને સ્પેશિયલ સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરી દીધી છે.

ઇઝરાયલે જે હુમલો ઇરાન પર કર્યો છે તે મુદ્દે અમેરિકાએ પણ જણાવ્યું છે કે , આ હુમલામા અમેરિકા ઇઝરાયલ સાથે મળી હુમલો કર્યો છે. આ હુમલામાં હવે ચિન અને રશિયા પણ ઇરાનને સાથ આપી શકે છે. હુમલામાં ઇઝરાયલે ઇરાનના રાષ્ટ્રપતિ ભવન પર હુમલો કર્યો હતો. ઇરાનની ખુફિયા એજેન્સી પર પણ હુમલો કર્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઇઝરાયલે ઇરાનના ઘણા મહત્વના સેન્ટરો પર પણ હુમલા કર્યા છે. ઇઝરાયલે આ આપોરેશનનું નામ શીલ્ડ ઓફ જુડા એટલે કે યહુદીની ઢાલ રાખ્યુ છે. અમેરિકાએ કહ્યુ છે કે ઇરાન પર હજી હુમલા ચાલુ છે.

ટ્રમ્પનું પહેલુ નિવેદન 

ઇરાન પર હુમલા થયા પછી ટ્રમ્પે નિવેદન કર્યુ છે કે ઇરાન કયારેય પણ પરમાણુ બોમ્બ ન બનાવી શકે. ઇરાન  મોટા અંતરની મિસાઇલ બનાવી રહ્યુ છે જેનાથી અમેરિકાને પણ ખતરો છે. ઇરાની સેનાએ પાછલા ઘણા વર્ષોમાં અમારા નાગરિકો, સેના પર હુમલા કર્યા છે.


Related Posts

Load more