Gujarat Budget News – નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી બજેટ સંદર્ભે અધિકારીઓ સાથે બેઠક કરી

By: Nation Gujarat Team
07 Jan, 2026

રાજયમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ કર્યા બાદ આગામી સમયમાં પ્રથમ બજેટ સત્ર જાહેર થનારું છે. બજેટ સત્ર પહેલા સરકારમા મંત્રીનું દાયિત્વ સંભળતા નેતાઓ એલર્ટ મોડમાં આવી ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહ અને પ્રવાસન ઉદ્યોગના મંત્રીઓ સાથે બેઠક યોજી છે. સુત્રના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં આગામી બજેટ સંદર્ભે ચર્ચા કરવામાં આવી છે. આ સત્ર દરમિયાન બજેટમાં નવી બાબતોનો સમાવેશ અંગે મંત્રીઓ અને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. રાજયના ગૃહ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આગામી બજેટને લઇને ગૃહ,ઉદ્યોગ અને પ્રવાસ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી વર્તમાન તથા આગામી બજેટને લઇ ચર્ચા કરી હતી. બજેટમાં કઇ કઇ બાબતો સમાવી શકાય તે વિષય પર વિસ્તૃત ચર્ચા કરી હતી.


Related Posts

Load more