Numerology: આ તારીખે જન્મેલી છોકરીઓ હોય છે ભગવાન શિવની પરમ ભક્ત, મહાદેવની તેમના પર હોય છે વિશેષ કૃપા

By: nationgujarat
19 Dec, 2025

હિન્દુ ધર્મમાં તમામ દેવી દેવતાઓમાં ભગવાન શિવને મહાદેવની ઉપાધિ પ્રાપ્ત છે. દેવોના દેવ મહાદેવનો ન તો આદિ છે ન તો અંત. દેશ દુનિયાભરમાં મહાદેવના અગણિત ભક્તો છે પરંતુ જ્યોતિષમાં અંક શાસ્ત્રની વાત કરીએ તો કેટલીક એવી તિથિઓ છે જેમાં જન્મેલી મહિલાઓનો સંબંધ ભગવાન શિવ સાથે હોય છે. જ્યોતિષીઓ અને અંકશાસ્ત્રીઓનું માનવું છે કે 1થી લઈને 9 વચ્ચે જ એવા અનેક મૂળાંક છે જેમાં જન્મેલી મહિલાઓનો ભગવાન શિવ સાથે ખાસ કરીને ઊંડો આધ્યાત્મિક સંબંધ છે. તે તેમની જન્મતિથિ અને ગ્રહોને પ્રભાવિત કરે છે. અંક શાસ્ત્ર મુજબ આ મહિલાઓ હંમેશા મહાદેવના અલગ અલગ પહેલુઓ સંલગ્ન ગુણો પ્રદર્શિત કરે છે. જેમાં વૈરાગ્ય, દ્રઢતા, પ્રચંડ ન્યાય, અંતર્જ્ઞાન, અને દિવ્ય જ્ઞાન સામેલ છે.

મૂળાંક 7
કોઈ પણ મહિનાની 7, 17, 25 તારીખે જન્મેલી મહિલાઓનો મૂળાંક 7 હોય છે. આ દિવસોમાં જન્મેલી મહિલાઓ પૂર્વ જન્મોના જ્ઞાનથી પરિપૂર્ણ પરિપકવ આત્માઓ ગણાય છે. તેઓ સહજ પ્રવૃત્તિની હોય છે અને ધ્યાન, મૌન અને ગૂઢ જ્ઞાન તરફ આકર્ષિત થાય છે. આ તારીખો પર જન્મેલી મહિલાઓ પર કેતુનો પ્રભાવ હોય છે. આ કારણે બુદ્ધિશાળી અને આધ્યાત્મિક પ્રવૃત્તિની હોય છે. પૂજા પાઠમાં ખુબ મન લાગતું હોય છે. ભીડ અને શોરબકોરમાં રહેવાની જગ્યાએ શાંત અને એકલા રહેવાનું પસંદ કરે છે. આવી મહિલાઓનો ઝૂકાવ સ્વાભાવિક રીતે ભગવાન શિવ પ્રત્યે હોય છે. ભગવાન ભોલેનાથની કૃપાથી તેઓ ખુબ પ્રગતિ કરે છે અને આગળ વધે છે. તેમને પરિવારમાં બેલેન્સ જાળવતા આવડે છે. તેઓ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં સરળતાથી સામંજસ્ય બેસાડી શકે છે. સાસરે પણ લોકો તેમને પસંદ કરે છે.

મૂળાંક 8
મૂળાંક 8ની વાત કરીએ તો જેમનો જન્મ 8, 17, 26 ના રોજ થયો હોય તો તેમનો મૂળાંક 8 હોય છે. તેમનો સ્વામી ગ્રહ  શનિ હોય છે. એવું માનવામાં આવે છે કે આ મૂળાંકમાં જન્મેલી મહિલાઓનો જન્મ મહાન કર્મિક જવાબદારીઓ પૂરી કરવા માટે થાય છે. જીવનના શરૂઆતી દૌરમાં જ તેમને જવાબદારીઓ, વિલંબ કે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ જ્યોતિષીઓનો દાવો છે કે આ બાધાઓ અસાધારણ, આંતરિક લચીલાપણું અને શક્તિનું નિર્માણ કરે છે. ભગવાન શિવ પ્રત્યે તેમની ઊંડી નિષ્ઠા, તેમના મહાન રૂપાંકરણકર્તા હોવાના સ્વરૂપને અનુરૂપ છે. જે દુખોનું નિવારણ કરીને નવજીવનનો માર્ગ પ્રશસ્ત કરે છે. તેઓ આધ્યાત્મિક રીતે દ્રઢ વ્યક્તિ બને છે જે  અનુશાસન, દ્રઢતા અને વિશ્વાસના બળ પર દરેક પછડાટ ખાધા બાદ વધુ મજબૂત થઈને નિખરે છે. આ મૂળાંકવાળી છોકરીઓ ધાર્મિક પ્રવૃત્તિની હોય છે અને મહેનત તથા કર્મમાં વિશ્વાસ ધરાવે છે. તેઓ પોતાના જીવનમાં આવતી મુશ્કેલીઓનો ડટીને સામનો કરે છે.

મૂળાંક 9 
કોઈ પણ મહિનાની 9, 18, 27 તારીખે જન્મેલી મહિલાઓનો મૂળાંક 9 હોય છે. આ મૂળાંકનો સ્વામી ગ્રહ મંગળ છે. તે સાહસનો ગ્રહ છે. આ તારીખે જન્મેલી છોકરીઓ મહાદેવના શક્તિશાળી રૂપ રુદ્ર અને ભૈરવ સાથે જોડાયેલી ગણાય છે. તેઓ ઉગ્ર, સંવેદનશીલ અને અત્યંત રક્ષાશીલ હોય છે. તેઓ સામાન્ય રીતે પોતાના દુખને યોગ્ય દિશામાં પરિવર્તિત કરે છે અને અન્યાયને સહન કરતી નથી. જ્યોતિષીમાં તેમને આધ્યાત્મિક યોદ્ધા પણ કહે છે. આવી આત્માઓ જે ક્રોધની જગ્યાએ દિવ્ય અગ્નિથી અંધકાર સામે લડે છે. તેમનો માર્ગ ભાવનાત્મક શક્તિને નૈતિક વ્યવહાર અને આંતરિક નિપૂર્ણતામાં પરિવર્તિત કરવાનું આહ્વાન કરે છે. મુશ્કેલ સમયમાં પણ ભગવાન શિવની આરાધના કરવાનું છોડતી નથી.

(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)


Related Posts

Load more