Related Posts
વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષના મંગલ પ્રારંભે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓએ કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને પહોંચી તેમને નવા વર્ષ તેમજ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત ભાજપ-પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓએ શાહની મુલાકાત લીધી હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવસની શરૂઆત ગાંધીનગરના પંચદેવ મંદિર અને અડાલજ ત્રિમંદિરમાં પૂજા-અર્ચના કરીને કરી હતી અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી.