BIG NEWS – નર્મદા કેનાલમાં યુવકની હત્યા કરાનારો સાયકો કિલર ઝડપાયો, યુવક-યુવતીને લુંટીને મર્ડરની બની હતી ઘટના

By: nationgujarat
23 Sep, 2025

ગાંઘીનગર મોડલ યુવકનો સાયકો કિલર હત્યારો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ટે વિપુલ પરમારની ઘરપક઼ કરી છે. અર્બુદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બર એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. નર્મદા કેનાલ પાસે મોડી રાત્રે યુવક-યુવતી બર્થ ડે સેલિબ્રેશનમા વ્યસ્ત હતા ત્યા આ આરોપી લુંટના ઇરાદે પહોંચી યુવકને છરી બતાવી લુંટ કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવક-યુવતીએ પ્રતિકાર કરતા આરોપીએ છરી વડે હુમલો કર્યો હતો જેમા યુવક ઇજાગ્રસ્ત થયો હતો અને સારવાર મા મોત થયુ હતં વૈભવ મનવાણી નામના યુવકતનું ઘટના સ્થળે મોત થયુ હતું યુવતી ઇજાગ્રસ્ત હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ હતી.

ફરિયાદ અનુસાર મોટેરા વિસ્તારમાં રહેતી યુવતી તેના મિત્ર વૈભવ સાથે જન્મદિવસની ઉજવણી કરવા ગઇ હતી તે દિવસે લુંટ અને હુમલાની ઘટના બની હતી. વૈભવના જન્મદિવસ નિમિત્તે યુવતી સિંઘુભવન રોડ પર ગઇ હતી ત્યાથી અન્ય બે મિત્રોને ઉતારી યુવતી અને વૈભવ તપોવન સર્કલ પાસે મેટ્રોના કેબલ બ્રિજ નજીક સર્વિસ રોડ પરની નર્મદા કેનાલની બાજુમાં વાતચિત કરી રહ્યા હતા. રાત્રીના એક વાગ્યાના અરસામાં અજાણ્યો શખ્સ કાર પાસે આવ્યો અને પાછળનો દરવાજો ખોલી પૈસા અને દાગીનાની માગણી કરી હતી. જેનો વૈભવે પ્રતિકાર  કર્યો હતો વૈભવને બચાવા ગયેલી યુવતિને પણ આરોપીએ છરીના ઘા માર્યા હતા. યુવતીએ મોબાઇલ પર્સ સહિત 52 હજારનો મુદ્દામાલ આરોપીને આપી દીદો હતો. લુંટારુ આરોપી વૈભવની સ્કોડા કાર લઇને ભાગી ગયો કાર બંધ થઇ જતા ત્યાથી તે ફરાર થઇ ગયો હતો.

આરોપી વિપુલ પરમાર જામિન મુકત થયો છે તે કેનાલ પાસે ઉભા રહેતા યુગલોને પોતાનો શિકાર બનાવતો હતો. આરોપીને લગ્ન માટે કોઇ યુવતી મળતી ન હતી તેથી તે કપલને ટાર્ગેટ કરતો હતો ચિંતાના કારણે તે માનસિક રોગનો શિકાર બન્યો હતો અને ગણા ગુનાહમા સંડોવાયેલો છે.


Related Posts

Load more