દૂધ, ઘી, પનીર… બધુ સસ્તું મળશે, આ ડેરીએ ઘટાડી દીધો ભાવ, GST ઘટાડાની અસર

By: nationgujarat
16 Sep, 2025

સરકારના જીએસટી સુધારાની જાહેરાતની મોટી અસર જોવા મળી છે. મધર ડેરીએ ગ્રાહકોને રાહત આપતા દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. 22 સપ્ટેમ્બરથી જીએસટીના નવા દરો લાગૂ થવાના છે, પરંતુ આ પહેલા કંપનીએ પોતાના પેકેઝ્ડ દૂધની કિંમતોમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે. મધર ડેરીએ પોતાના 1 લીટર ટોન્ડ ટ્રેટા પેક દૂધનો ભાવ 77 રૂપિયાથી ઘટાડી 75 રૂપિયા કર્યો છે. આ સિવાય ઘી-પનીર સહિત અન્ય સામાનોની કિંમત પણ ઘટાડી છે.સરકારે 3 સપ્ટેમ્બરે જીએસટી સુધારની જાહેરાત કરી હતી અને તમામ જરૂરી સામાનો પર લાગૂ ટેક્સમાં ઘટાડાની માહિતી આપી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે 22 સપ્ટેમ્બરથી જીએસટીના નવા દર લાગૂ થશે અને દૂધ, પનીરથી લઈને એસી-ટીવી સસ્તા થઈ જશે. આ લાગૂ થયા બાદ મધર ડેરીએ ગ્રાહકોને રાહત આપતા પોતાની મિલ્ક પ્રોડક્ટ્સની કિંમતો ઘટાડી છે.મધર ડેરીએ નવા માપદંડો સાથે બધા ઉત્પાદનો પર 100 ટકા ટેક્સ લાભ ગ્રાહકોને આપવા માટે આ પગલું ભર્યું છે. ઉલ્લેખનીય છે કે કંપનીનો પ્રોડક્ટ પોર્ટફોલિયો ઝીરો જીએસટી કે 5 ટકાના સૌથી નીચલા સ્લેબ અંતર્ગત આવે છે.

ઘટાડા બાદ દૂધ-પનીરની નવી કિંમતો
કંપની દ્વારા દૂધની કિંમતોમાં કરવામાં આવેલા ઘટાડા બાદ નવા ભાવની વાત કરીએ તો મધર ડેરીના 1 લીટર યુએચટી મિલ્ક (ટોન્ડ-ટ્રેટા) પેક ની કિંમત 77 રૂપિયાથી ઘટી 75 રૂપિયા થઈ ગઈ છે. તો 450 એમએલના પેકની કિંમત 33 રૂપિયાથી 32 રૂપિયા થઈ છે. આ સિવાય કંપનીના તમામ ફ્લેવર્ડ મિલ્કશેકના 180 એમએલ પેકની કિંમત 30 રૂપિયાથી ઘટી 28 રૂપિયા થઈ ગઈ છે.

પનીરના ભાવની વાત કરીએ તો 200 ગ્રામ પનીરનું પેકેટ હવે 95ની જગ્યાએ 92 રૂપિયાનું મળશે. આ સિવાય 400 ગ્રામ પનીરનું પેકેટ 180 રૂપિયાની જગ્યાએ 174 રૂપિામાં મળશે. મલાઈ પનીરનો ભાવ પણ ઘટી ગયો છે. 200 ગ્રામ પેક 100 રૂપિયાથી ઘટી 97 રૂપિયાનું થઈ ગયું છે.


Related Posts

Load more