ગુજરાતમાં 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં 10 ઈંચ, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ

By: nationgujarat
07 Sep, 2025

Gujarat Rain Updates: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 10.51 ઈંચ વરસાદ નોંધાયો છે. પોશીના 6.02 ઈંચ, ધરમપુર 5.43 ઈંચ, રાધનપુર 4.65 ઈંચ, ભચાઉ 4.37 ઈંચ અને લાખણીમાં 4.09 ઈંચ વરસાદ નોંધોય છે. બીજી તરફ આજે (સાતમી સપ્ટેમ્બર) 5 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. ભારે વરસાદની આગાહીને લઈને માછીમારોને દરિયામાં ન જવા સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે રાજ્યના 26 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં રેડ ઍલર્ટ છે. જ્યારે પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહીસાગર, રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ ઍલર્ટ અને જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

8 સપ્ટેમ્બરે 12 જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

રાજ્યમાં 102.89 ટકા વરસાદ નોધાયો

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 102.89 ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત રિજીયનમાં  106.50 ટકા, પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં 107.34 ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં 91.29 ટકા અને દક્ષિણ રીજીયનમાં 107.99 ટકા જેટલો વરસાદ નોધાયો છે.


Related Posts

Load more