રાજગીરના બિહાર સ્પોર્ટ્સ યુનિવર્સિટી હોકી સ્ટેડિયમમાં 6 સપ્ટેમ્બર, 2025ના રોજ રમાયેલી સુપર ફોર મેચમાં હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય પુરુષ હોકી ટીમે ચીનને 7-0ના ગોલથી હરાવીને એશિયા કપ 2025ની ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.. ફાઇનલમાં પહોંચવા માટે ભારતે આ મેચ જીતવી કે ડ્રો કરવી જરૂરી હતી, અને ભારતે ધમાકેદાર પ્રદર્શન સાથે ચીનને એકતરફી મેચમાં હરાવ્યું હતું. આ મેચમાં શિલાનંદ લાકરા , દિલપ્રીત સિંહ મનદીપ સિંહ , રાજકુમાર પાલ, સુખજીત સિંહઅને અભિષેક એ ગોલ કરી ભારતને શાનદાર જીત અપાવી હતી.
નોંધનીય છે કે ગ્રુપ સ્ટેજમાં ચીને ભારતને 4-3ની નજીકની ટક્કર આપી હતી, પરંતુ સુપર ફોરની આ મેચમાં ચીનની હાલત કફોડી જોવા મળી હતી. ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી અને ચીનના ડિફેન્સને ભેદી નાખ્યું. હવે ફાઇનલમાં ભારત 7 સપ્ટેમ્બરે ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ કોરિયા સામે ટકરાશે.
#WATCH राजगीर, बिहार: भारतीय हॉकी टीम चीन को 7-0 से हराकर फाइनल में पहुंची, अब फाइनल में कोरिया से भिड़ेगी।
भारतीय राष्ट्रीय हॉकी खिलाड़ी हार्दिक सिंह ने कहा, “टीम ने वाकई बहुत अच्छा खेला। हमारा प्रदर्शन अच्छा रहा, जो पहले 3-4 मैचों में नहीं हो पाया था। हमारे फॉरवर्ड खिलाड़ियों… pic.twitter.com/6rUWlYCXuj
— ANI_HindiNews (@AHindinews) September 6, 2025
ઉલ્લેખનીય છે કે ભારતે મેચની શરૂઆતથી જ એટેક રમત રમી હતી. પ્રથમ ક્વાર્ટરમાં શિલાનંદ લાકરાએ માત્ર 4થી મિનિટે ફિલ્ડ ગોલ કરી ભારતને 1-0ની લીડ અપાવી. ત્યારબાદ, 7મી મિનિટે દિલપ્રીત સિંહે બીજો ગોલ ફટકારી ભારતને 2-0ની લીડ અપાવી. 18મી મિનિટે મનદીપ સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી સ્કોર 3-0 કર્યો. પ્રથમ ક્વાર્ટરના અંતે ભારતે ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
બીજા ક્વાર્ટરમાં પણ ભારતે આક્રમક રમત જાળવી રાખી. ચીની ડિફેન્સે થોડીવાર સુધી સારું પ્રદર્શન કર્યું, ભારતે સતત ગોલ પોસ્ટ પર એટેક કર્યા. જોકે, ફિનિશિંગમાં થોડી ખામી રહી, પરંતુ હાફ ટાઇમ સુધી ભારતે 3-0ની લીડ જાળવી રાખી. ભારતીય ખેલાડીઓની ઉત્સાહ અને ઝનુન સાથે ખાસ રણનીતિએ આ મેચમાં ચીનને કોઈ તક ન આપી.આ શાનદાર જીત સાથે ભારતીય ટીમ ફાઇનલમાં પૂરા આત્મવિશ્વાસ સાથે ઉતરશે. દક્ષિણ કોરિયા સામેની ફાઇનલ મેચ રોમાંચક હશે, અને ચાહકોને આશા છે કે ભારત એશિયા કપનો ખિતાબ જીતશે!