પુતિન સામે પાકિસ્તાનના PMની ફજેતી:ઇયરફોન પહેરી ન શક્યા, હસતાં-હસતાં રશિયન રાષ્ટ્રપતિએ શીખવ્યું

By: Nation Gujarat Team
03 Sep, 2025

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની મુલાકાતનો વીડિયો ફરી એકવાર વાઇરલ થયો છે. પુતિન સાથે વાત કરતી વખતે શરીફ પોતાના ઇયરફોન યોગ્ય રીતે લગાવી શક્યા નહોતા.

મંગળવારે બીજિંગમાં પુતિન સાથેની તેમની મુલાકાત દરમિયાન આ ઘટના બની હતી. તેમણે શરીફને ઇયરફોન કેવી રીતે પહેરવા એ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેઓ હસતા પણ જોવા મળ્યા હતા.

આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ પણ થયો છે. આમાં શાહબાઝ શરીફના કાનમાંથી વારંવાર ટ્રાન્સલેશન ઇયરફોન સરકી રહ્યા હોય એવું જોવા મળી રહ્યું છે, તેઓ એને યોગ્ય રીતે પહેરી શકતા નથી. આ પછી પુતિન પોતાના હેડસેટ હાથમાં લે છે અને એને કેવી રીતે પહેરવું એ બતાવવાનો પ્રયાસ કરે છે.

આવું જ 2022 સમિટમાં થયું હતું

આ પહેલીવાર નથી, જ્યારે શરીફ પુતિનની સામે પોતાના ઇયરફોન યોગ્ય રીતે પહેરી શક્યા ન હોય. આવું જ બરાબર 3 વર્ષ પહેલાં SCO સમિટ દરમિયાન થયું હતું.

શરીફ 2022માં ઉઝબેકિસ્તાનમાં SCO સમિટ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને તેમના ઇયરફોન પહેરવામાં મુશ્કેલી પડી રહી હતી. જ્યારે ચર્ચા શરૂ થઈ, ત્યારે તેમના હેડફોન વારંવાર સરકી રહ્યા હતા.

જોકે તેને ઠીક કરવાના પ્રયાસો કરવામાં આવ્યો, પરંતુ સમસ્યા થોડા સમય માટે યથાવત્ રહી; શાહબાઝને પડી રહેલી મુશ્કેલીઓ પર પુતિન હસતા રહ્યા.અગાઉ શરીફ પણ પુતિનનું ધ્યાન આકર્ષિત કરવા અને તેમની સાથે હાથ મિલાવવા માટે ઉત્સુક જોવા મળ્યા હતા. રવિવારે SCO સમિટમાં ઔપચારિક ફોટો સેશન પછી પુતિન અને જિનપિંગ એકસાથે બહાર નીકળ્યા. ત્યારે અચાનક પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ પાછળથી આગળ આવ્યા અને પુતિન તરફ હાથ લંબાવ્યો. જિનપિંગે તેમને ઇગ્નોર કર્યા, પરંતુ પછી પુતિન પાછા ફર્યા અને શરીફ સાથે હાથ મિલાવ્યો.


Related Posts

Load more