અમદાવાદના વટવામાં લાગી ભીષણ આગ, મેજર કોલ જાહેર, 22 ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

By: Krunal Bhavsar
02 May, 2025

અમદાવાદના વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી. વટવા જીઆઈડીસી ફેઝ 4માં આવેલી જયશ્રી ઈન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બની હતી. આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું . મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો .

વટવા જીઆઈડીસીમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે 22 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી હતી . 70થી વધુ કર્મચારીઓ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કાર્ય હતા.

અચાનક આગ લાગવાને કારણે આસપાસમાં રહેલા ત્રણથી ચાર વાહનો પણ ઝપેટમાં આવી ગયા હતા. આગને કારણે બે લોકો આગ માં દાજી જતા સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે .

આગ લાગવાને કારણે દૂર-દૂર સુધી આગના ધૂમાડા જોવા મળ્યા હતા . ફાયરની ટીમ તરફથી ચારેય બાજુથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

કેમિકલ ફેક્ટરીમાં કયા કારણે આગ લાગી તે હજુ સામે આવ્યું નથી. મોડી સાંજે ફાયરબ્રિગેડ ના જવાનો આગ પાર કાબુ મેળવ્યોતો.


Related Posts

Load more