Indian Navy Chief Meets PM Narendra Modi : ભારતીય નૌસેનાએ તાજેતરમાં અરબી સમુદ્રમાં ખાસ કરીને ભારતના ખાસ આર્થિક ક્ષેત્રોમાં પોતાની કવાયત વધારી દીધી છે. આ કવાયતોનો ઉદ્દેશ્ય ક્ષેત્રમાં ઓપરેશનલ તૈયારીઓનું પરીક્ષણ કરવાનો અને સુરક્ષાને મજબૂત બનાવવાનો છે. આ યુદ્ધાભ્યાસ અંગે નૌસેનાના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક કલાક લાંબી બેઠક યોજી હતી, જેમાં તેમણે નૌસેનાની વર્તમાન તૈયારીઓ અને પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી.
નૌસેનાએ ઓપરેશનલ તૈયારીઓનું પરીક્ષણ કર્યું
ભારતીય નૌસેનાએ ઓપરેશનલ તૈયારીઓનું પરીક્ષણ કરવાનો અને સુરક્ષાને મજબૂત બનાવવાની કવાયત હાથ ધરી છે, ત્યારે યુદ્ધાભ્યાસ દરમિયાન નૌસેનાએ પોરબંદર પાસે આયોજિત કરવામાં આવેલા અનેક લાઈવ ફાયરિંગ ડ્રિલ્સનું પણ સંચલાન કર્યું છે. આ યુદ્ધાભ્યાસ શનિવારે (3 મે, 2025)થી શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે આગામી 7 મે સુધી ચાલશે. જેમાં એન્ટી શિપ અને એન્ટી ફાયરક્રાફ્ટ ફાયરિંગ પણ સામેલ છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારની હરકતને પહોંચી વળવા માટે નૌસેનાના યુદ્ધ જહાજ સંપૂર્ણ રીતે ઍલર્ટ મોડમાં છે.
જ્યારે ઈન્ડિયન નેવી શિપ્સ પણ આંતરરાષ્ટ્રીય સમુદ્ર બોર્ડર પાસે ગુજરાતના દરમિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, કોઈપણ અનિચ્છનીય ઘટનાનો સામનો કરવા માટે ભારતીય નૌસેનાએ આ વિસ્તારમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે.
પાકિસ્તાન લોન્ચ કરી રહ્યું છે નૌસૈનિક મિસાઈલ
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને છેલ્લા એક અઠવાડિયામાં ચોથી વખત નૌસૈનિક મિસાઈલ લોન્ચ કરી હતી, પરંતુ છેલ્લા ત્રણ તકે મિસાઈલ લોન્ચ કરી ન હતી. જ્યારે ભારતીય નૌસેના સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કોઈપણ પ્રવૃત્તિનો તાત્કાલિક જવાબ આપવા માટે તૈયાર છે.
આ યુદ્ધાભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને સંભવિત ખતરોનો સમયસર જવાબ આપવાની નૌસેના ક્ષમતાનું પરીક્ષણ કરવાનો છે. જેથી નૌસેના કોઈપણ પરિસ્થિતિમાં દુશ્મનને વધુ સારો જવાબ આપી શકે.