ગુજરાત સચિવાલયના વિવિધ વિભાગોમાં 665 જગ્યા માટે ભરતી, આ તારીખ સુધી અરજી કરો

By: nationgujarat
17 Mar, 2025

ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSB)એ સચિવાલયના વિવિધ વિભોગોના નિયંત્રણ હેઠળ વિવિધ ખાતામાં બાગાયત મદદનીશ, મદદનીશ વર્ક આસિસ્ટન્ટ, વાયરમેન સહિતની વિવિધ 665 જગ્યાની ભરતી અંગેની જાહેરાત બહાર પાડી છે.

ઉમેદવારો 1 એપ્રિલથી 25 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે. આ પોસ્ટ માટે ઓજસની વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે, ભરતીનું નોટિફિકેશન gsseb.gujarat.gov.in અને ઓજસની વેબસાઈટ પરથી મળી રહેશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ઉપક્રમે સચિવાલયના વિવિધ વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકના જુદા-જુદા સંવર્ગની જગ્યાઓ માટે ખાસ ભરતી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના અનુસંધાને લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી મગાવવામાં આવી છે.

પોસ્ટનું નામ કુલ જગ્યા

  1. બાગાયત મદદનીશ 5
  2. વર્ક આસિસ્ટન્ટ 87
  3. વાયરમેન 14
  4. અધિક મદદનીશ ઈજનેર (વિદ્યુત) 4
  5. ટેકનિકલ આસિસ્ટન્ટ 01
  6. મદદનશી ગ્રંથપાલ 3
  7. ખેતી મદદનીશ 26
  8. આંકડા મદદનીશ 2
  9. સંશોધન મદદનીશ 2
  10. ગ્રંથપાલ 1
  11. ગ્રંથપાલ કારકૂન 5
  12. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ 06
  13. ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-3 6
  14. ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 1
  15. અંગ્રેજી સ્ટેોનોગ્રાફર ગ્રેડ-3 3
  16. અંગ્રેજી સ્ટેોનોગ્રાફર ગ્રેડ-2 3
  17. અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) 61
  18. ગુજરાત ગૌણ સેવા વર્ગ-3 343
  19. પેટા હિસાબનીશ, સબ ઓડીટર 29
  20. હિસાબનીશ, ઓડિટર 07
  21. પેટા તિજોરી અધિકારી
  22. અધિક્ષક
  23. પશુધન નિરીક્ષક 57

આ ઉપરાંત વર્ક આસિસ્ટન્ટની 87, ખેતી મદદનીશની 26, પશુધન નિરીક્ષકની 57, અધિક મદદનીશ ઈજનેર (સિવિલ)ની 61 જગ્યાઓ ભરવામાં આવશે.


Related Posts

Load more