ડાંગની યુવતીએ દેશમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે, જેમાં ખો-ખોની ભારતીય ટીમમાં ડાંગની દીકરીને સ્થાન મળ્યું છે. બીલીઆંબા ગામની રહેવાસી ઓપીના ભીલારે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. વિશ્વકપ 13થી 19 જાન્યુઆરી વચ્ચે યોજાશે. આદિવાસી પરિવારની દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ઓપીનાએ અત્યાર સુધી અનેક મેડલ મેળવ્યા છે.સુબીર તાલુકાના બીલીઆંબા ગામની યુવતી ઓપીના ભીલારને ખો-ખો વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. તારીખ ૧૩ થી ૧૯ જાન્યુઆરી દરમિયાન યોજાનાર ખો-ખો વર્લ્ડ કપમાં ઓપીના ભારત વતી ખો-ખો રમશે. ડાંગ જિલ્લાની મુળ વતની ઓપીના ભીલારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખો-ખો રમતમાં પોતાનુ નામ રોશન કર્યું છે.
ભારતીય ખો-ખો વર્લ્ડ કપમા દેશનુ પ્રતિનિધિત્વ કરનાર વુમન્સ ખો ખો ટીમના ખેલાડીઓની યાદી :
ઓપીના ભીલાર આગામી તારીખ ૧૩ થી ૧૯ જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન પ્રથમ વખત દિલ્હી ખાતે આયોજીત, ખો-ખો વર્લ્ડ કપ ટુર્નામેન્ટમા ભારત દેશની ટીમ સાથે ભાગ લેવા જઇ રહી છે. તાપી અને ડાંગ જિલ્લાના સરહદિય વિસ્તારમા આવેલા સુબીર તાલુકાના બીલીઆંબા ગામના આદિવાસી પરિવારની આ દિકરી ઓપીના ભીલાર, ખો-ખોના વર્લ્ડ કપમા ભાગ લેવા જઇ રહી છે, તે ડાંગ સહિત સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની ક્ષણ છે.
ઓપીનાની અત્યાર સુધીની સિદ્ધી
ભારતીય ખો-ખો ટીમમા પસંદગી પામી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે ખ્યાતિ હાંસલ કરનાર ઓપીના ભીલારે, શાળા તથા જિલ્લા કક્ષાએ અનેક મેડલ પ્રાપ્ત કર્યા છે. આ સાથે જ રાજ્યકક્ષાની ૪ સ્પર્ધાઓમા તેણીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. તો ૧૪ જેટલી ‘રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા’ મા પણ તેણી ભાગ લઈ ચુકી છે. જેમા તેણીએ ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે.
ઓપીના ભીલારની ભારતીય ટીમમા પસંદગી થતા, તેણીની આ સિદ્ધિથી બીલીઆંબા ગામ, અને ડાંગ જિલ્લાની સાથે સાથે ગુજરાત રાજ્યનુ પણ નામ રોશન થયું છે. જેને લઈને સમગ્ર રાજ્યના ખો-ખો પ્રેમીઓ તરફથી વર્લ્ડ કપ-૨૦૨૫ માટેની શુભેચ્છાઓ પાઠવવામા આવી રહી છે.