રાષ્ટ્રીય યુવા દિવસ – આજના યુવાનોએ વિવેકાનંદજીના જીવનમાંથી પ્રેરણા લેવી જોઇએ – સાધુ પ્રેમવત્સલદાસજી

By: nationgujarat
12 Jan, 2025

વિશ્વના અનેક મહાન વ્યક્તિઓના પ્રેરણાસ્ત્રોત્ર એટલે સ્વામી વિવેકાનંદ. જેમની યાદમાં આજેય તા. ૧ર જાન્યુઆરીએ તેમના જન્મદિનના દિવસે “રાષ્ટ્રીય યુવા દિવસ” તરીકે મનાવવામાં આવે છે અને અનેક યુવાનો તેમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરે છે.

મિત્રો, આપણા સહુના જીવનમાં એક લક્ષ્ય હોય છે. એક ધ્યેય હોય છે. જેને પામવાની મહત્વકાંક્ષા આપણા દિલ-દિમાગમાં સદાય રહે છે. પણ અમુક જ લોકો ધ્યેય સિદ્ધ કરી શકે છે અને અન્ય લોકોનો, સગાં-વ્હાલાંનો કે મિત્રોનો કોઈ જ સપોર્ટ મળતો નથી અને એથી વધુ તો દુનિયાના માણસો આપણને ટોણાં-મેણાં મારીને કડવાં વેણો બોલીને આપણો આત્મવિશ્વાસ જ તોડી નાંખે છે. જેથી વધુ કોશિષ કરવાનું મન જ નથી થાતું અને મનથી જ ભાંગી પડાય છે. ખરું ને ?

પરંતુ મિત્રો, એક વાત જાણી લો કે, જેઓને ધ્યેય પ્રાપ્તિ થઈ છે એમના સંઘર્ષ સમયે એમને પણ આ દુનિયાનો આકરો વ્યવહાર સહન કર્યો જ હશે, પણ એટલેથી જ તેઓ અટક્યા નહિ… બસ, આગળ વધતા રહ્યા.
તો આપણે પણ જીવનમાં સફળતા હાંસલ કરવી છે, તો ધ્યેય નક્કી કરીને મંડ્યા રહો.
સ્વામી વિવેકાનંદજી કહેતાં કે, “જ્યાં સુધી જિંદગી છે, ત્યાં સુધી શીખતાં રહો. કારણ કે અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષા છે.”

તમારા જીવનનો એક લક્ષ્ય નિર્ધારિત કરો અને પૂરાં શરીરને એ એક લક્ષ્યથી જ ભરી દો અને દરેક બીજા વિચારને આપણી જિંદગીથી કાઢી મૂકો. આ જ સફળ થવાનો મૂળમંત્ર છે.

સ્વામી વિવેકાંનદજી ખાસ યુવાનો માટે કહેતાં કે,યુવાનો જાગો, ઉઠો, અને ધ્યેય સુધી મંડ્યા રહો.

તો, ચાલો, આપણે તેમણે આપેલા આ જીવનસૂત્રને અમલમાં મૂકીએ, અને આપણી જીવન કેડીને કંડારીએ


Related Posts

Load more