પોલીસકર્મીનો ‘દારૂપ્રેમ’: પકડાયેલો દારૂ પોતાની કારમાં મૂકતાં ASI પકડાયો, રંગેહાથ ઝડપાતાં PI એ ઉધડો લીધો

By: nationgujarat
05 Dec, 2024

 

Gujarat Crime: ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં છાશવારે દારૂના મોટા જથ્થા ઝડપાતા હોય છે. પોલીસ દ્વારા આવો દારૂ પકડીને નાશ કરવામાં આવતો હોય છે. પરંતુ ગીર ગઢડામાં તો ચિત્ર કંઈક અલગ જ જોવા મળ્યું. અહીં તો પોલીસ જ નાશ કરવામાં લઈ જવાતા દારૂની ચોરી કરવા લાગી. ગીર ગઢડામાં મોટા જથ્થામાં દારૂ પકડાયો હતો, જેનો નાશ કરવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન ASI દ્વાર દારૂ ચોરીને પોતાની ખાનગી કારમાં મૂકવામાં આવ્યો હતો. જોકે, સમગ્ર મામલે PI ને જાણ થતાં તેઓએ ASIનો ઉધડો લઈ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી હતી.

શું છે સમગ્ર ઘટના? 

ગીર-સોમનાથ જિલ્લાના ગઢડા પોલીસ મથક વિસ્તારમાં ઝડપાયેલા દારૂના જથ્થાનો ઉના ખાતે નાશ કરવા લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI મનુ વાજાએ આ દારૂના જથ્થામાંથી બે કોથળા અને બે બેગ ભરી દારૂ ચોરીને પોતાની ખાનગી કારમાં છૂપાવી દીધો હતો. જોકે, આ દારૂ ચોરી કરતી વખતે જ પોલીસકર્મી પકડાઈ ગયો હતો. સમગ્ર ચોરીની બાબતની ઉના Dy.SP ને જાણ થતાં ઉના પોલીસકર્મીએ ત્યાંથી દારૂ લઈ ભાગી જવાનો પ્રયાસ કર્યો અને બીજો જથ્થો આજુબાજુના ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધો. જોકે, ASI ફરાર થાય તે પહેલાં જ ગાડી સહિત તેને ઝડપી પાડવામાં આવ્યો હતો.


Related Posts

Load more