શહેરમાં હત્યાની ઘટનાનો રાફડો ફાટ્યો હોય તેમ દરરોજ એક કિસ્સો સામે આવી રહ્યો છે. ત્યારે વધુ એક ઘટના કાગડાપીઠ વિસ્તારમાં સામે આવી. જ્યાં અલ્પેશ ઠાકોર નામના વ્યક્તિએ દારૂ અંગે બાતમી આપ્યાની શંકા રાખી હુમલો કરી એક વ્યક્તિનું મોત નિપજાવ્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ છે. જેમાં ઉશેકેરાયેલી જનતાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ઘેરો નાખ્યો હતો અને આરોપીઓને પકડવા પોલીસ સ્ટેશન ખાતે ઉગ્ર રજુઆત કરી હતી. જેના પડઘા પોલીસ કમિશ્નર ઓફિસ સુધી પડ્યા હતા. હવે આ ઘટનામાં ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે.
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું મહત્વપૂર્ણ નિવેદન
અમદાવાદના કાગડાપીઠ હત્યા કેસ મુદ્દે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. કાગડાપીઠ હત્યા કેસમાં પરિવારને સાંત્વના આપતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે ભ્રષ્ટ અધિકારી અને નેતાઓના કારણે અસામાજિક તત્વો બેફામ બન્યા છે, હું તેમની સામે લડત આપતો રહીશ.
મૃતક પરીવારને એક લાખ રૂપિયાની આર્થિક સહાય
અમદાવાદ કાગડા પીઠ પોલીસ મથકમાં અસામાજિક તત્વો દ્વારા અલ્પેશ ઠાકોર નામના યુવકની હત્યા થઈ હતી. ત્યારબાદ આજે ભાજપ નેતા અલ્પેશ ઠાકોર દ્વારા મૃતક પરીવારની લીધી મુલાકાત લેવામાં આવી છે. અલ્પેશ ઠાકોર દ્વારા મૃતક પરીવારને એક લાખ રૂપિયાની આર્થિક સહાય પણ કરવામાં આવી છે. ત્યારબાદ અમદાવાદમાં બુટલેગર દ્વારા ઠાકોર યુવકની હત્યા બાદ અલ્પેશ ઠાકોરના નિવેદને ખળભળાટ મચાવી દીધો છે. અલ્પેશ ઠાકોરે આજે જણાવ્યું છે કે ભષ્ટ અધિકારી અને ભષ્ટ નેતાઓની હપ્તાખોરીના કારણે અસામાજિક તત્વો બેફામ બન્યા છે.
અલ્પેશ ઠાકોર નશાખોરો સામે લડતો રહયો છે અને લડતો રહેશે!
અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભષ્ટ અધિકારી અને ભષ્ટ નેતાઓના કારણે ક્યાંક હપ્તાખોરી અને ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય છે. રાજ્યમાં ક્યાક હપ્તા ખોરી અને ગુનાખોરી ચાલે છે તેમાં ભ્રષ્ટ નેતાઓની અને ભષ્ટ અધિકારીની મિલી ભગત છે. આ મુદ્દે મેં લડત આપી છે અને આપતો રહીશ. અલ્પેશ ઠાકોર નશાખોરો સામે લડતો રહયો છે અને લડતો રહેશે. અમારી સરકારની જવાબદારી છે લોકોની રક્ષા કરવાની અને અસામાજિક તત્વોને રોકવાની.