Related Posts
આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. વાવ વિધાનસભા બેઠકના વાવ,સુઈગામ અને ભાભરના 179 ગામોના 321 બુથો પર મતદાન થઈ રહ્યું છે. વાવ વિધાનસભાના 3,10,775 મતદારોમાં 1,61,293 પુરુષ મતદારો અને 1,49,387 મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન શરૂ થયે 4 કલાક સુધીના મતદાનના આંકડા આવી ગયા છે. વાવ બેઠક માટે આજે સવારે 7 વાગે મતદાન શરૂ થયું. 11 વાગ્યા સુધીમાં 24.39% મતદાન નોંધાયું છે.
જનતા માટે દરવાજા ખુલ્લા રાખે તેવા ધારાસભ્ય
વાવમાં મતદાન કરવા આવતા મતદારોને જ્યારે પૂછવામાં આવ્યું કે કેવા ધારાસભ્યને પસંદ કરશો તો જવાબ મળ્યો કે અડધી રાતે જનતા માટે દરવાજા ખુલ્લા રાખે તેવા ધારાસભ્યને પસંદ કરીશું.