રાજયમા પર્યુષણ મહાપર્વની ઉજવણી, અનેક જૈન બંધુઓએ કર્યા ભવ્ય આંગી શણગારના દર્શન

By: nationgujarat
05 Sep, 2024

શહેરના માંડવી ચોકમાં જૈન તીર્થંકરોને સમર્પિત ખાસ દેરાસર આવેલું છે. અહીં 24 જૈન તીર્થંકરો બિરાજમાન છે. રાજકોટનાં અંદાજે 26 પ્રાચીન દેરાસરો પૈકી માંડવી ચોક દેરાસરનું વિશેષ મહત્વ હોવાથી જૈન ધર્મના લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. પર્યુષણ પર્વ શરૂ થતા અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડશે. ત્યારે આ દેરાસરની શું વિશેષતા છે અને આ પર્વ નિમિત્તે જૈન લોકો કેવી રીતે પૂજા આરાધના કરે છે તે જાણીએ.

જૈન સમાજના લોકો દ્વારા આઠ દિવસ સુધી પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. જેમાં મહાવીર સ્વામી દ્વારા દર્શાવવામાં આવેલા પથ પર ચાલીને પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન શ્રાવક અને શ્રાવિકાઓ દ્વારા જૈનોને બોધપાઠ આપવામાં આવશે.માંડવી ચોક દેરાસરમાં માણીભદ્ર દાદાની તેજસ્વી પ્રતિમા બિરાજમાન છે. તેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે. અનેક લોકોની મનોકામના અહીં પરિપૂર્ણ થતી હોવાથી લોકોની શ્રદ્ધા ઉતરોતર વધતી રહી છે. ત્યારે દેરાસરમાં ભાવિક ભક્તો આંગી શણગારના દર્શન કરવા માટે પણ આવી રહ્યાં છે.દેરાસરના ટ્રસ્ટી જીતુભાઈ ચાવાળાએ જણાવ્યું હતું કે, અમારા મહાપર્વ પર્યુષણ પર્વની શરૂઆત થઈ છે. આ સમય દરમિયાન ભારતભરના જૈન ધર્મના લોકો 8 દિવસ સુધી સેવા, આરાધના કરશે. પર્યુષણના સમયે આખા વર્ષ દરમિયાન જાણતા કે અજાણતા થયેલા પાપકર્મોનો નાશ કરવા માટે 8 દિવસ સુધી પ્રભુ ભક્તિમાં લીન થઈને પોતાની જાતને પવિત્ર બનાવવાનો પ્રયત્ન કરે છે.

જૈન તીર્થંકર મહાવીર સ્વામીને જીવદયા ખુબ જ વાલી હતી. જેથી જૈન ધર્મના લોકો આ 8 દિવસ દરમિયાન ખુબ જ ધ્યાન રાખે છે કે, જીવદયાને કોઈ હાની ન પહોંચે. જૈન ધર્મના લોકો આ 8 દિવસ પ્રભુની આરાધના કરે છે. બપોર બાદ 24 એ 24 તીર્થંકરની ભવ્ય આંગી દેરાસરમાં કરવામાં આવે છે. જેના દર્શન કરવા માટે લોકો મોટી સંખ્યામાં આવે છે.પર્યુષણ મહા પર્વને લઈને એક અઠવાડિયા સુધી શ્રાવક અને શ્રાવિકાઓ એકબીજાને મિચ્છામી દુક્કડમ કહીને વર્ષ દરમિયાન કરેલા જીવના અવિનયના ભાગરૂપે ખતમ ખામણા કરીને પર્યુષણ મહાપર્વની ઉજવણી કરે છે. આ આઠ દિવસ સુધી જૈન ધર્મના લોકો આત્માની સફાઈ કરવાની સાથે સંવત્સરીના દિવસે સાથે મળીને એકબીજા સામે પ્રતિક્રમણ કરીને એકબીજાની માફી માગી મિચ્છામી દુક્કડમ કહીને પર્યુષણ મહાપર્વના પારણા કરે છે.


Related Posts

Load more