કોલકાતાની ઘટના પર SCની 10 મોટી ટિપ્પણીઓ

By: nationgujarat
20 Aug, 2024

કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર પર નિર્દયતાના કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને રાજ્યના વહીવટી તંત્રને લઈને ઘણી કડક ટિપ્પણીઓ કરી હતી. CJIની અધ્યક્ષતામાં આયોજિત આ સુનાવણીમાં કોર્ટે પૂછ્યું કે આ કેસમાં FIR દાખલ કરવામાં આટલો વિલંબ કેમ થયો? કોર્ટે હોસ્પિટલમાં તોડફોડ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. પૂર્વ આચાર્ય પર પણ આકરી ટીપ્પણી કરી હતી. ચાલો જાણીએ આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની 10 મોટી ટિપ્પણીઓ…

સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક વખતે બળાત્કાર અને હત્યાની ઘટના બને ત્યારે દેશની અંતરાત્મા જાગૃત ન થવી જોઈએ.

આ માત્ર એક ભયાનક ઘટના નથી પરંતુ સમગ્ર ભારતમાં ડોકટરોની સુરક્ષામાં રહેલી ખામીઓને પણ ઉજાગર કરે છે.
CJIએ કહ્યું કે અમે હોસ્પિટલોની સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતિત છીએ.
કોર્ટે કહ્યું, જો મહિલાઓ કામ પર નથી જઈ શકતી અને સુરક્ષિત નથી રહી શકતી તો અમે તેમને મૂળભૂત સમાનતા નકારીએ છીએ.
પીડિતાની ઓળખ જાહેર થવા પર ચિંતા વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે તે અત્યંત ચિંતાજનક છે.
-CJIએ કહ્યું, પ્રિન્સિપાલે આને આત્મહત્યા કહેવાનો પ્રયાસ કર્યો, માતા-પિતાને મૃતદેહ જોવાની મંજૂરી નહોતી!
CJIએ પશ્ચિમ બંગાળ સરકાર અને હોસ્પિટલ પ્રશાસનને ફટકાર લગાવી? કહ્યું FIR કેમ મોડી દાખલ કરવામાં આવી? હોસ્પિટલ પ્રશાસન શું કરી રહ્યું હતું?
હોસ્પિટલમાં તોડફોડ પર સવાલ ઉઠાવતા કોર્ટે કહ્યું કે પોલીસે ઘટના સ્થળની સુરક્ષા કરવી જોઈએ. આખરે 7 હજાર લોકો ત્યાં કેવી રીતે પ્રવેશ્યા?

કોર્ટે કહ્યું કે તે માત્ર ખૂની જ નથી પણ વિકૃત વ્યક્તિ પણ છે. કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને પ્રદર્શનકારીઓ પર કડક ઠપકો આપતા કહ્યું કે શાંતિપૂર્ણ વિરોધને રોકી શકાય નહીં.સુપ્રીમ કોર્ટે આરજી કારના પૂર્વ આચાર્યની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. પ્રિન્સિપાલ શું કરે છે એમ પૂછ્યું. તેમને પૂછપરછ માટે આટલા મોડેથી કેમ બોલાવવામાં આવ્યા? તેણે આવી નિષ્ક્રિયતા શા માટે બતાવી?


Related Posts

Load more