નેપાળથી ફરી એકવાર અકસ્માતના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હકીકતમાં બુધવારે કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થવાના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે આ પ્લેન ક્રેશ થયું છે. વિમાન કાઠમંડુથી પોખરા જઈ રહ્યું હતું અને તેમાં 19 લોકો સવાર હતા.
મળતી માહિતી મુજબ બુધવારે એક ખાનગી કંપની સૌર્ય એરલાઈન્સનું વિમાન કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટથી 19 લોકો સાથે પોખરા જઈ રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે ટેક ઓફ કરતી વખતે પ્લેન ક્રેશ થયું હતું. તમને જણાવી દઈએ કે પ્લેનમાં ક્રૂ સહિત ઓછામાં ઓછા 19 લોકો સવાર હતા. પ્લેન ક્રેશની આ ઘટના સવારે લગભગ 11 વાગ્યે બની હતી.એરપોર્ટ પર તૈનાત એક સુરક્ષા અધિકારીએ પીટીઆઈને જણાવ્યું કે વિમાનના પાયલટને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું છે કે પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી કરી રહ્યા છે. વિમાનમાં લાગેલી આગ ઓલવાઈ ગઈ છે. જો કે વિમાનમાં સવાર મુસાફરોની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. માહિતી મળી નથી