નવી દિલ્હી તા.16
સાત રાજયોમાં 13 વિધાનસભા પેટા ચૂંટણીમાં લાગેલા ઝટકા બાદ ભાજપ નેતૃત્વની સામે હજુ કેટલાક રાજયોમાં પેટા ચૂંટણીના પડકારો છે. જેમાં તેની સતાવાળા ઉતરપ્રદેશ, અજમેર અને બિહાર સામેલ છે.
આ પેટાચૂંટણીઓ ધારાસભ્યોના લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બનવા અને અન્ય કારણોથી છે તેમાં ઉતરપ્રદેશમાં 10, બિહારમાં 4 અને રાજસ્થાનની પાંચ સીટો સામેલ છે. ભાજપ માટે લોકસભા ચૂંટણીના પરિણામો અપેક્ષા મુજબ નહોતા પણ એનડીએને મળેલ બહુમતીના કારણે તે સતા જાળવી રાખવામાં સફળ રહ્યું હતું.
જો કે આ પછી વધેલી તાકાત સાથે વિપક્ષનું આક્રમક વલણ પણ જોવા મળેલું. હાલમાં થયેલી 7 રાજયોની 13 વિધાનસભા સીટોની પેટા ચૂંટણીમાં તેને 10 સીટો પર ખાસ્સી સફળતા મળી હતી. ભાજપને તેમાં પણ ઝટકો લાગ્યો જેથી ચુંટણી ચિંતાઓ વધવા લાગી છે.
હજુ અન્ય કેટલાક રાજયોમાં વિધાનસભાની પેટાચૂંટણી થવાની છે અને તેની સાથે ચાર વિધાનસભાઓમાં પણ ચુંટણીઓ આવી રહી છે. આ સ્થિતિમાં ભાજપ માટે પડકારો વધ્યા છે.
વિપક્ષી જૂથ મજબૂત: બિહારની ચાર સીટો-તરાટી, બેલાગંજ અને ઈમામ ગંજમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. હવે જે સીટો પર પેટાચૂંટણી થનાર છે તેમાં મોટા ભાગના વિપક્ષી જૂથ પાસે હતી. પણ હવે આ રાજયોમાં સતામાં ભાજપ અને એનડીએ છે એટલે તેને સાબીત કરવું પડશે કે કેન્દ્ર જ નહી, રાજયમાં પણ તે મજબૂત છે.
ભાજપ આત્મવિશ્વાસ ભરવામાં લાગ્યું: ભાજપનું નેતૃત્વ આ દિવસોમાં વિભિન્ન રાજયોની કાર્ય સમિતિની બેઠકોના માધ્યમથી પોતાની કેડરમાં આત્મવિશ્વાસ ભરવામાં લાગી છે.