2024 ના પ્રથમ ચાર મહિનામાં આપણે અલગ-અલગ સેગમેન્ટ અને પ્રાઇઝ રેંજમાં ઘણી નવી કાર લોન્ચ જોઇ છે. જેનાથી લાગે છે કે વાહન નિર્માતા કંપનીઓ બિલકુલ ધીમી પડી નથી. આ ઉપરાંત આગામી મહિનામાં પણ ઘણા નવા મોડલ લાવવાની તૈયારી કરી રહી છે. આવો 2024ના ફેસ્ટિવલ સીઝન સુધી લોન્ચ થનારી બહુ પ્રતિક્ષિત નવી કાર લોન્ચ વિશે.
ટાટા અલ્ટ્રોઝ રેસર (Tata Altroz Racer)
ટાટા અલ્ટ્રોઝ રેસર (Tata Altroz Racer) 2024 માં વેચાણ માટે ઉપલબ્ધ થશે. આ મૂળ રૂપથી અલ્ટ્રોઝનું સ્પોર્ટિયર વર્જન છે. આ મોડલમાં નેક્સોનમાંથી લીધેલ 1.2L, 3-સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિન 120bhp પાવર અને 170Nm ટોર્ક જનરેટ કરવા માટે ટ્યુન કરવામાં આવશે. Altroz iTurbo ની તુલનામાં રેસર એડિશન 10bhp મહત્તમ પાવર અને 30Nm ટોર્ક જનરેટ કરશે. તે સિંગલ 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે તેવી શક્યતા છે.
મહિન્દ્રા થાર 5-ડોર (Mahindra Thar 5 Door)
પ્રોડક્શન રેડી 5-ડોર થાર (Mahindra Thar 5 Door) વર્જનનું નામ મહિંદ્રા થાર આર્મડા રાખવામાં આવી શકે છે. આ લાઇફસ્ટાઇલ ઓફ રોડ એસયૂવી 15 ઓગસ્ટના રોજ લોન્ચ થશે. ત્યારબાદ તેને બજારમાં લોન્ચ કરવામાં આવશે. મોડલ લાઇનઅપ ત્રણ વેરિએન્ટમાં આવવાની સંભાવના છે. જેમાં સ્કોર્પિયો એન (Scorpio N) ના 2.2L ડીઝલ અને 2.0L ટર્બો પેટ્રોલ એન્જિન સામેલ હશે. તેમાં 2WD અને 4WD બંને ગિયરબોક્સ આપવામાં આવશે.
2024 મારૂતિ ડિઝાયર (2024 Maruti Dzire)
નવી મારૂતિ સુઝુકી ડિઝાયર (Maruti Suzuki Dzire) ભારતમાં કંપનું આગામી મોટું લોન્ચ થશે. આ કોમ્પેક્ટ સેડાન કેટલીક ડિઝાઇન એલિમેન્ટ, ઇન્ટીરિયર અને નવા Z-સીરીઝ પેટ્રોલ એન્જીનને ન્યૂ જનરેશન સ્વિફ્ટ હેચબેક સથે શેર કરશે, જે તાજેતરમાં લોન્ચ થઇ છે. તેનું ઈન્ટિરિયર લેઆઉટ ફ્રન્ટ અને બલેનો જેવું હશે. સ્પાઇ તસવીરોમાં તે સેગમેન્ટમાં પ્રથમ વખત સિંગલ-પેન સનરૂફ અને 360-ડિગ્રી કેમેરા સાથે જોવા મળે છે.
ટાટા કર્વ ઇવી(Tata Curvv EV)
ટાટા કર્વ ઇવી(Tata Curvv EV) ની લોન્ચિંગ આ વર્ષે તહેવારોની સિઝન સુધી ટાળી દીધી છે. આ પહેલાં આ કૂપ એસયૂવીના 2024 ના મધ્ય સુધી લોન્ચ થવાની આશા હતી. કંપની સૌથી પહેલાં કર્વને ઇલેક્ટ્રિક પાવરટ્રેન સાથે રજૂ કરશે, જ્યારે તેનું ICE વર્ઝન છ મહિના પછી માર્કેટમાં આવશે. Nexon ની તુલનામાં તે લગભગ 313 mm લાંબું હશે અને તેનું વ્હીલબેઝ 62 mm લાંબું હશે. કર્વ કૂપ એસયુવીમાં હેરિયરનું 4-સ્પોક ઇલ્યુમિનેટેડ સ્ટીયરિંગ વ્હીલ, 10.25-ઇંચ ડ્યુઅલ સ્ક્રીન સેટઅપ અને ડિજિટલ ડાયલ મળશે. તેમજ તેના સ્વીચગિયર અને કેટલાક ફીચર્સ નેક્સોન પાસેથી લેવામાં આવશે. તેમાં કનેક્ટેડ કાર ફીચર્સ, 360-ડિગ્રી કેમેરા, વેન્ટિલેટેડ સીટો અને વાયરલેસ ફોન ચાર્જર પણ હશે.
સિટ્રોએન બેસાલ્ડ (Citroen Basalt)
સિટ્રોએનની આગામી બેસાલ્ટ કૂપ એસયુવી 2024 ના છમાસિકમાં લોન્ચ થવાની છે. C3 એરક્રોસ એસયૂવી (C3 Aircross SUV), C3 હેચબેક અને eC3 EV બાદ કંપનીના C-Cubed પ્રોગ્રામ હેઠળ આ ચોથી ઓફર હશે. સિટ્રોએન બેસાલ્ડ (Citroen Basalt) ને એકમાત્ર 1.2L ટર્બો પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવશે, જે 110bhp પાવર જનરેટ કરે છે. આ એન્જિન મેન્યુઅલ અને ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું હશે.
નવી કિઆ કાર્નિવલ (New Kia Carnival)
કિઆ કાર્નિવલ (New Kia Carnival) ફેસલિફ્ટ જેને 2023 ઓટો એક્સપોમાં KA4 કોન્સેપ્ટના રૂપમાં પ્રદર્શિત કરવામાં આવી હતી, 2024 ના બીજા છમાસિકમાં લોન્ચ કરવામાં આવશે. આ પ્રીમિયમ MPV અંદર અને બહાર મોટા ફેરફારો જોવા મળશે, જ્યારે તેના એન્જિન સેટઅપમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. આ ન્યૂ જનરેશન મોડલ પણ પહેલાની જેમ 2.2L ડીઝલ એન્જિન અને ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ હશે. તે વૈશ્વિક બજારમાં ત્રણ પાવરટ્રેન્સમાં ઉપલબ્ધ થશે; 1.6L પેટ્રોલ હાઇબ્રિડ, 3.5L પેટ્રોલ અને 2.2L ડીઝલ સાથે ઓફર કરવામાં આવે છે. ભારતમાં તે 7 અને 9-સીટ કન્ફિગરેશન સાથે ઓફર કરવામાં આવશે.
એમજી ક્લાઉડ ઇવી (MG Cloud Ev)
એમજી મોટર ઇન્ડીયા આ વર્ષે એક નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. જોકે કંપનીએ હજુ સુધી અપકમિંગ EV ના નામ અને ડિટેલ્સનો ખુલાસો કર્યો નથી, પરંતુ તેના એમજી ક્લાઉડ ઇવી હોવાની સંભાવના છે, જેની કિંમત 20 લાખ રૂપિયાથી ઓછી હશે. આ મોડલની લંબાઇ લગભગ 4.3 મીટર હશે અને તેના વ્હીલબેસ 2,700 મીમી હશે.