લોકસભા ચૂંટણી 2024ની દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ જ ખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. તેમની સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) અને NDA ગઠબંધનના ઘણા નેતાઓ હાજર રહેશે. વડાપ્રધાન પહેલા બનારસમાં દશાશ્વમેધ ઘાટ ગયા અને લગભગ 10 વાગ્યે કાલ ભૈરવ મંદિરના દર્શન કર્યા
PM મોદી દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ અનુસાર, તેઓ સવારે 10.45 વાગ્યે નોમિનેશન ભરતા પહેલા NDA નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ પછી વડાપ્રધાન સવારે 11.40 કલાકે વારાણસી લોકસભા સીટ પરથી નામાંકન ભરશે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ પીએમ મોદી ઝારખંડ જવા રવાના થશે.
આ નેતાઓ રહેશે ઉપસ્થિત
અમિત શાહ, રાજનાથ સિંહ, ચિરાગ પાસવાન, રામદાસ આઠવલે, અમિત શાહ, જયંત ચૌધરી, ઓમ પ્રકાશ રાજભર, સંજય નિષાદ, અનુપ્રિયા પટેલ, પ્રફુલ પટેલ, ચંદ્રાબાબુ નાયડુ, એકનાથ શિંદે, હરદીપ પુરી, પવન કલ્યાણ.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામાંકન કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, પરંતુ હવે નીતીશ કુમારની તબિયત ખરાબ હોવાનું કહેવાય છે, જેના કારણે તેમણે દિવસભરના તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે.