અમરેલીમાં ક્ષત્રિય નેતાની મધ્યસ્થી થતા ભાજપનું ડેમેજ કન્ટ્રૉલ

By: nationgujarat
01 Apr, 2024

Amreli Seat News: ગુજરાતમાં ભાજપનો ભડકો શાંત થવાને બદલે વધુ સળગી રહ્યો છે, છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભાજપ વિરૂદ્ધ સૂર ઉઠ્યા છે, ક્યાંક ઉમેદવારો બદલવાની માંગ થઇ રહી છે, તો ક્યાંક પાર્ટી કાર્યકરો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. અમરેલીમાં પણ આવી જ સ્થિતિ પેદા થઇ હતી, અને ઉમેદવાર બદલવાની માંગ કરવામાં આવી રહી હતી. થોડાક દિવસો પહેલા અમરેલીમાં ભાજપના જ બે જૂથ વચ્ચે જોરદાર મારામારીની ઘટના સામે આવી હતી. વિરોધ વધતા ભાજપે ડેમેડ કન્ટ્રૉલ શરૂ કરવા કવાયત હાથ ધરી હતી.

ચાર દિવસ પહેલા અમરેલીમાં ભાજપના જ બે જૂથ વચ્ચે જોરદાર મારામારીની ઘટના સામે આવી હતી, આ પછી જિલ્લા પ્રભારીએ બેઠકનો દૌર શરૂ કર્યો છે. ડેમેજ કંટ્રોલ માટે અમરેલી જિલ્લા પ્રભારી હકુભા જાડેજાએ ભાજપના નેતાઓ સાથે કલાકો સુધી બંધ બારણે ચર્ચા કરી હતી. અમરેલીના પ્રભારી હકુભા જાડેજાએ પહેલા સાંસદ નારણ કાછડિયાના નિવાસસ્થાને બેઠક યોજી હતી જે બાદ સહકારી બેંકમાં દિલીપ સંઘાણી સાથે બેઠક યોજી હતી. જોકે, મામલો શાંત ના પડતા છેવટે ધર્મેન્દ્રસિંહ જાજેડાને કામ સોંપ્યુ હતુ. સુત્રો અનુસાર, અમરેલી બેઠક પર આજે ડેમેજ કન્ટ્રૉલ કરવામાં ભાજપ સફળ રહ્યું છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અમરેલીમાં ડેમેજ કન્ટ્રૉલ કરાવ્યુ છે. સાંસદ અને ધારાસભ્યો સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજાની બેઠક થઇ તે પછી સંપૂર્ણ મામલો થાળે પડ્યો છે. બેઠક બાદ અમરેલીમાં થયેલા વિવાદને બિનરાજકીય ગણાવાયો છે. વિવાદને ચૂંટણી કે ટિકિટ સાથે કોઇ લેવાદેવા ના હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

ટિકીટના કકળાટ વચ્ચે ભાજપ નેતા કાનાબારની પૉસ્ટ વાયરલ, જાણો કોના પર તાક્યુ નિશાન ને શું લખ્યુ ?

અમરેલી ભાજપમાં ભડકા જેવી સ્થિતિ પેદા થઇ છે, રાજ્યમાં પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા અને વિજાપુર બાદ હવે અમરેલી ભાજપમાં કકળાટ શરૂ થયો છે, ભાજપના કાર્યકરો અને નેતાઓ ભરત સુતરિયાના લોકસભાની ટિકીટ આપતા નારાજ હોવાનું દેખાઇ રહ્યું છે. આ કડીમાં હવે ભાજપના મોટા નેતા ભરત કાનાબારે નારાજગી દર્શાવતી પૉસ્ટ શેર કરી છે, આ પૉસ્ટથી કોના પર નિશાન સાધવામા આવ્યુ છે, તે ખબર નથી પડતી પરંતુ બેઠક પર રાજકારણ વધુ ગરમાયુ છે.

અમરેલી લોકસભા બેઠક પર ભાજપ ચર્ચા અને મંથન કર્યા બાદ આખરે ભરત સુતરિયાને ટિકીટ આપી હતી, ભાજપે સીનિયર નેતાઓને કાપીને નવા નેતા ભરત સુતરિયાને ટિકીટ આપી છે, આ વાતને લઇને છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભડકો થયો છે. તાજેતરમાં જ અમરેલી ભાજપના દિગ્ગજ નેતા ભરત કાનાબારની સોશ્યલ મીડિયામાં પૉસ્ટ વાયરલ થઇ છે. ભરત કાનાબારે રાજકારણમાં જાતિવાદ અંગે પોસ્ટ કરી છે, જાતિવાદના આધારે ટિકિટ ફાળવાતી હોવાનો આ પોસ્ટમાં કાનાબારે ઉલ્લેખ કર્યો છે. કાનાબારે ક્યાં પક્ષની વાત કરી તેની પોસ્ટમાં ચોખવટ નથી. જાતિવાદથી ફાળવાતી ટિકિટમાં લાયક ઉમેદવારને અન્યાય થતો હોવાની આ પોસ્ટમાં લાગણી છે. અમરેલી ભાજપમાં જોરદાર ટિકીટ કકળાટ શરૂ થયો છે. ભરત કાનાબારે સોશલ મીડિયા પર પૉસ્ટ કરીને બળાપો ઠાલવ્યો છે. ‘રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા પોથીમાંના રીંગણા બનીને રહી ગઈ’, ‘પક્ષ પ્રત્યેની નિષ્ઠા, વફાદારીની વાતો પોથીમાંના રીંગણા બનીને રહી ગઈ’ હોવાની વાત કહી છે. કાનાબારે કહ્યું કે, જ્ઞાતિવાદ-જાતિવાદનો બૉમ્બ સૌથી વધુ ભયજનક છે. જે મેરીટ ગુણવત્તાના ફૂરચા ઉડાડી દે છે.


Related Posts

Load more