લોકસભાની ચૂંટણીને લઇને ઉમેદવારોને લઇને હજુ પાર્ટીમાં મથામણ ચાલું છે. ગઇ કાલે ભીખાજી ઉમેદવારી પાછી ખેંચતા સમર્થકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અરવલ્લીના મેઘરજમાં કાર્યકરોએ બેનર સાથે વિરોધ કર્યો છે. ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં તો ભાજપને વોટ નહીંના બેનર લગાવવામાં આવ્યાં છે. ભીખાજી ઠાકોરને જ ઉમેદવાર તરીકે યથાવત રાખવા માગણી ઉઠી છે.
લોકસભાની ચૂંટણી સમયે હાલ આરોપ પ્રત્યારોપ સાથે એકબીજા પક્ષ પર પ્રહારોની રાજનિતીએ જોર પકડ્યું છે.શક્તિસિંહ ગોહિલના નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. શક્તિસિંહ પણ ભાવનગરથી કચ્છ ચૂંટણી લડવા ગયા હતા અને રાહુલ ગાંધી અમેઠીથી કેમ વાયનાડ ચૂંટણી લડવા ગયા?
અનુસૂચિત જાતિ સમુદાયના કાર્યક્રમમાં રજવાડાઓ પરના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ છે, તેમણે કહ્યું હતું કે અંગ્રેજો સામે મહારાજો ન્યાં , રોટી-બેટીના વ્યવહાર કર્યા. રૂખી સમાજ ઝૂક્યો નહીં, હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યા આ તમામ નિવેદનોથી ક્ષત્રિય સમાજના આગેવાનોઓ માફી માગવા માગણી કરી છે