Government Job: સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે સોનેરી તક, આ મોકો ના ચુકતા

By: nationgujarat
17 Mar, 2024

Government Job: જીહાં હવે એ મોકો આવી ગયો છે જ્યાં તમારે ચોકો મારવાનો છે. સારા પગારમાં આવી છે સરકારી નોકરીની તક. જોકે, જગ્યાઓ ખુબ જ ઓછી હોવાથી કોમ્પીટીશન ટફ રહેશે. સરકારી નોકરીની રાહ જોતા ઉમેવારો માટે ખુશીના સમાચાર છે. જો તમે પણ લાંબા સમયથી સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યાં હોવ અને તકની રાહ જોઈને બેઠાં હોવ તો હવે રેડી રહેજો, તક આવી ગઈ છે. ઉમેદવારો 5 એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે ઇન્ડિયન પોસ્ટમાં એક્ઝિક્યુટિવની ભરતી, ગુજરાતમાં 8 સહિત કુલ 47 જગ્યા ભરાશે

કઈ જગ્યાઓ માટે થવાની છે ભરતી?
અહીં વાત થઈ રહી છે ઇન્ડિયન પોસ્ટ વિભાગની. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકે એક્ઝિક્યુટિવની જગ્યાઓની ભરતી જાહેર કરી છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ ippbonline.com  થી 5 એપ્રિલ સુધીમાં અરજી કરી શકશે. આ ભરતી અંતર્ગત 47 જગ્યા ભરાશે, જેમાંથી જનરલ કેટેગરીની 21 જગ્યા, ઇડબ્લ્યુએસની 4, ઓબીસીની 12, એસસી કેટેગરીની સાત, એસટી કેટેગરીની ત્રણ જગ્યાનો સમાવેશ થાય છે.

ઉમેદવારી માટે કેટલી છે ઉંમરની મર્યાદા?
ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકશે. એસસી, એસટી, પીડબ્લ્યુડી ઉમેદવારોએ રૂ. 150 અરજી ફી ભરવાની રહેશે જ્યારે અન્ય કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે ફી રૂ. 700 છે. આઈપીપીબી ભરતી માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી ઓનલાઇન ટેસ્ટ, ગ્રૂપ ડિક્શન, પર્સનલ ઈન્ટરવ્યૂમાં મેળવેલા માર્ક્સને આધારે કરવામાં આવશે.

કેટલો મળશે પગાર?
ભરતીમાં પસંદગી પામનારા ઉમેદવારોને પ્રતિમાસ 30 હજાર સેલરી મળશે. ભરતી અંતર્ગત ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 11. ગુજરાતમાં 8, રાજસ્થાનમાં 4, મધ્યપ્રદેશમાં 3. મહારાષ્ટ્રમાં 2 જગ્યા ભરવામાં આવશે.


Related Posts

Load more