અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત આટલી ક્રૂર સજા અપાઈ, આખા વિશ્વમાં ચર્ચા

By: nationgujarat
11 Jan, 2024

અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં અલાબામા રાજ્યમાં રહેતા એક ગુનેગારને મોતની એવી સજા આપવામાં આવી છે, જેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. અલબામામાં ફેડરલ જજે આ વ્યક્તિને નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડને મંજૂરી આપી છે. જો અદાલતના આ નિર્ણયને રોકવામાં નહીં આવે તો આ આધુનિક અમેરિકાના ઈતિહાસની સૌથી પહેલી ક્રૂર સજા ગણાશે.

આ ગુનેગાર પર હત્યાનો આરોપ છે 

આ સજા જેને અપાઈ છે તેનું નામ કેનેથ યુજિન સ્મિથ છે. તેના પર વર્ષ 1988માં કોઈ પાદરીના કહેવાથી એક મહિલાની હત્યાનો આરોપ છે. આ મહિલા એટલે બીજું કોઈ નહીં પણ એ પાદરીની પત્ની જ હતી. તેનું નામ એલિઝાબેથ સેનેટ હતું. પાદરીએ સેનેટની હત્યા કરવા સ્મિથને સોપારી આપી હતી, જેને આ હત્યા કરવા એક હજાર હજાર ડૉલર મળ્યા હતા. યુજિન સ્મિથે મૃત્યુદંડની સજાને ઉચ્ચ અદાલતમાં પડકારી હતી, પરંતુ યુએસ ડિસ્ટ્રિકટ જજ આર. ઓસ્ટિન હફેકરે 25 જાન્યુઆરીએ નાઈટ્રોજન હાયપોક્સિયા દ્વારા અપાનારી તેની મોતની સજા રોકવાની વિનંતી ફગાવી દીધી હતી.

સ્મિથના વકીલો સજાની ટીકા કરી રહ્યા છે

સ્મિથના વકીલો આ સજાની ટીકા કરી રહ્યા છે. વકીલોનું કહેવું છે કે ‘એક બિનઉપયોગી પદ્ધતિ માટે મારા ક્લાયન્ટને ‘ટેસ્ટ સબ્જેક્ટ’ બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ નિર્ણય સામે અમે અપીલ કરીશું.’ નોંધનીય છે કે, સ્મિથને નાઈટ્રોજન ગેસથી મૃત્યુદંડનો નિર્ણય ડિસેમ્બરમાં કોર્ટની સુનાવણી બાદ આવ્યો હતો.


Related Posts

Load more