ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T20 મેચ રાયપુરના શાહી વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયા પહેલાથી જ શ્રેણીમાં 2-1થી આગળ છે. પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં ભારતને 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઇન્ડિયા માટે રિંકુ સિંહે 46 રનની ઇનિંગ રમી હતી. જ્યારે જીતેશ શર્માએ 35 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 32 રનનું યોગદાન આપ્યું હતું. આ બેટ્સમેનોના કારણે જ ટીમ ઈન્ડિયા 174 રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી. કેપ્ટન સૂર્યકુમાર યાદવ મેચમાં મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને 1 રન બનાવીને આઉટ થયો હતો.
175 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રલીયાની શરૂઆત સારી રહી છે 22 રનમાં શુન્ય વિકેટ છે બોલરોની ખરાબ બોલીગ થઇ રહી છે ઓસ્ટ્રલીયાના બેટર સરળતાથી સ્કોર કરી રહ્યા છે.