નેશન ગુજરાતના વાંચકોને આજથી શરૂ થતા વિક્રમ સંવત 2080ની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ નવું વર્ષ આપ સૌના જીવનમાં અનેક સુખદાયી, ફળદાયી અને પ્રગતીના નવા નવા આયામો સર કરાવે તેવી અંત:કરણથી શુભકામના.
આજે નૂતન વર્ષે જિલ્લાના મંદિરો ભાવિ ભક્તોથી ઉભરાશે અને પોતાના ઈષ્ટદેવના પૂજન-અર્ચન બાદ જિલ્લાવાસીઓ એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવશે.નવા વર્ષના પ્રથમ દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવશે.મંદિરોમાં અન્નકૂટનો શણગાર કરવામાં આવ્યો છે.ગુજરાતીઓ નવા વર્ષના પ્રથમ દિવસે મંદિરોમાં જઈને તેમના દિવસ અને નવા વર્ષની શરૂઆત કરશે.મંદિરોમાં લોકોની સારી એવી ભીડ જોવા મળશે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2080 ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે મંગળવારે બપોરે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અમદાવાદના વાડજ ખાતેના વૃદ્ધાશ્રમના વડીલો સાથે બેસીને ભોજન લેશે તેમ જ તેમને સ્નેહભાવે ભોજન પીરસશે.અમદાવાદના જુદા જુદા વૃદ્ધાશ્રમના વડીલો પણ નૂતન વર્ષ દીપાવલીના પર્વમાં સહભાગી થઈને આ દિવસોમાં મિષ્ટાન સહિતનું ભોજન લઈ શકે તેવા ઉદાત ભાવથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તરફથી વિવિધ 14 જેટલા વૃદ્ધાશ્રમોમાં નૂતન વર્ષ દિન નિમિત્તે બપોર અને સાંજનું ભોજન પણ આપવામાં આવશે.