બ્રાઝિલિયન ઈન્ફ્લુએન્સર અને બ્રાઝિલની પ્રખ્યાત અભિનેત્રી લુઆના એન્ડ્રેડને માત્ર 29 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. લુઆનાના ચાહકો તેના નિધનના સમાચારથી આઘાતમાં છે. ઈન્ફ્લુએન્સરના મૃત્યુનું કારણ વધુ પરેશાન કરનાર છે. મળતી માહિતી મુજબ, લુઆનાએ કોસ્મેટિક સર્જરી દરમિયાન જીવ ગુમાવ્યો હતો. સર્જરી દરમિયાન અભિનેત્રીને 4 વખત કાર્ડિયાક અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી પણ બાદ હોસ્પિટલમાં જ તેનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, લુઆનાએ કોસ્મેટિક સર્જરી કરાવી હતી. સર્જરીના અઢી કલાક પછી, લુઆનાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને તેનું હૃદય અચાનક ધબકતું બંધ થઈ ગયું. જો કે તેની હાલત ખરાબ થતા તરત જ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ડોકટરોએ અભિનેત્રીને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ અભિનેત્રી બચી શકી નહીં. અહેવાલો અનુસાર, લુઆના સાઓ પાઉલોની એક હોસ્પિટલમાં તેના ઘૂંટણ પર લિપોસેક્શન સર્જરી કરાવી રહી હતી.