ICC ક્રિકેટ વિશ્વકપ 5 ઓક્ટોબર 2023થી 19 નવેમ્બર 2023 સુધી ભારતની યજમાનીમાં રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લેશે અને 48 મેચ રમાશે. 2023 ક્રિકેટ વિશ્વકપની ઉદ્ઘાટન મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબર 2023ના અમદાવાદમાં રમાશે. ભારતની આગેવાનીમાં રમાનાર મેગા ટૂર્નામેન્ટમાં મેચનો ટાઈમ સવારે 10.30 કલાકે અને બપોરે 2 કલાકે રાખવામાં આવ્યો છે. એડિડાસે ભારતની ધરતી પર 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને ડેશિંગ બેટ્સમેન વિરાટ કોહલીની તોફાની સ્ટાઈલ વર્લ્ડ કપ 2023ની નવી જર્સીમાં જોઈ શકાય છે.ભારતીય ક્રિકેટ ટીમના કિટ સ્પોન્સર એડિડાસે 20 સપ્ટેમ્બર, બુધવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો, જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ જોવા મળી રહ્યા છે.બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની નવી જર્સીનો વીડિયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ ટીમની નવી જર્સી જોયા બાદ ઉત્સાહમાં જોવા મળી રહ્યાં છે. નોંધનીય છે કે આઈસીસી ક્રિકેટ વિશ્વકપ 5 ઓક્ટોબર 2023થી 19 નવેમ્બર 2023 સુધી ભારતની યજમાનીમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં 10 ટીમો વચ્ચે 48 મેચ રમાશે. અત્યાર સુધી રમાયેલા 12 વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સર્વાધિક 5 વખત ચેમ્પિયન બની છે. આ સિવાય ભારત અને વિન્ડીઝ 2-2 વખત તથા શ્રીલંકા, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડે એક-એક વાર ટ્રોફી જીતી છે. 2023 ક્રિકેટ વિશ્વકપની ઉદ્ઘાટન મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબર 2023ના અમદાવાદમાં રમાશે. ભારતની આગેવાનીમાં રમાનાર મેગા ટૂર્નામેન્ટમાં મેચનો ટાઈમ સવારે 10.30 કલાકે અને બપોરે 2 કલાકે રાખવામાં આવ્યો છે.