શિસ્તબંધ ગણાતી પાર્ટીએ તેમના કાર્યકર્તાઓને શિસ્તમા લાવવા કરી છે કાર્યવાહી. ડેરીની ચૂંટણીમા પાર્ટીના મેડેન્ટ સામે બળવો કરનાર પાર્ટીએ લાલ આંખ કરી છે. ભરૂચની દૂધ સાગર ડેરીમાં પક્ષના મેન્ડેટ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર 9 લોકોને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડની કાર્યવાહીથી ભરૂચ ભાજપમાં રાજકીય ખળભળાટ મચ્યો છે. ભરૂચ ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ અરૂણસિંહ રાણાની પેનલના 6 અને નર્મદા ના 3 ઉમેદવારોને પક્ષમાથી હંકાલપટ્ટી કરી છે.
સાંસદની પ્રતિક્રિયા
દૂધધારા ડેરીની ચૂંટણીમા પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરવા બદલ સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જે પણ કાઇ થયુ તે ખોટુ થયુ છે. આવનાર સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમા પાર્ટીને નુકશાન થઇ શકે છે. ભરૂચ નર્મદા ના સંકલનને સાથી રાખીને મેન્ડેટ અંગે ચર્ચા કરવામાં આવી હોત તો આ સ્થિતિ ન સર્જા. નેતાઓ તેમની મહત્વકાંક્ષાાને લઇ પાર્ટીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પ્રદેશને એ ખબર ન હોય કે કોણ ભાજપનુ છે ને કોણ બહારનુ પણ મેન્ડેટ આપ્યા પછી પ્રદેશને ખબર પડી કે આમા કેટલાક લોકો કોંગ્રેસના છે.
પાર્ટીને ભવિષ્યમા મોટુ નુકશાન થવા જઇ રહ્યુ છે. સાંસદ ભાજપની કાર્યવાહી સામે રોષ ઠલાવ્યો છે. બીજી બાજુ અરૂણસિંહે સોશિયલ મીડિયા સામે પ્રતિક્રિયા આપી નારાજગી વ્યકત કરી હતી