રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બેન્કોની લોનમાં 38 ટકાનો વધારો

By: nationgujarat
04 Sep, 2023

મુંબઈ,તા.4
હાઉસીંગ અને કોમર્શિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્રની બેંક લોન જુલાઈમાં વાર્ષિક 38 ટકા જેટલું વધ્યું છે. આથી રિયલ એસ્ટેટ ક્ષેત્રનું કુલ બેન્ક લોનની બાકી રકમ રેકોર્ડબ્રેક 28 લાખ કરોડ રૂપિયે પહોંચી ગઈ છે. ભારતીય રિઝર્વ બેન્કે હાલમાં જાહેર કરેલ આંકડામાં આ વિગત આપી છે. આરબીઆઈએ બાકી લોન આંકડા અને પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટના ઘર વેચાણ અને મુખ્ય શહેરોમાં નવી યોજનાઓના આંકડાથી સ્પષ્ટ થયું છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે.

આરબીઆઈના બેન્ક લોનની ફાળવણી જુલાઈ 2023ના આંકડા મુજબ આવાસીય ક્ષેત્રમાં બાકી લોન (પ્રાથમીક શ્રેણી સહિત) જુલાઈમાં વાર્ષિક આધાર પર 37.4 ટકા વધીને 24.28 લાખ કરોડ રૂપિયો થઈ ગયું છે. વાણિજિયક રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં બાકી લોન વાર્ષિક આધાર પર 38.1 ટકા વૃદ્ધિની સાથે 4.07 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

આરબીઆઈના આંકડા પર એનારોકના ચેરમેન અનુજ પુરીએ જણાવ્યું હતું કે કોમર્શિયલ કાર્યાલય સેગમેન્ટ ગત વર્ષે મહામારીના દબાણનો સામનો કરી રહ્યું હતું, કારણ કે કંપનીએ પુર્ણ રૂપે કાર્યાલયમાંથી કામ કે હાઈબ્રીડ (કયાંથી પણ કામ) મોડેલની આસપાસ રણનીતિઓ પર વિચાર કરી રહ્યા હતા. જો કે જેમ જેમ સ્થિતિ સામાન્ય થઈ, કર્મચારીઓ કાર્યાયમાં પાછા ફર્યા અને આ વર્ષે સારી ગુણવતાવાળા વાણિજિયક કાર્યાલયોની માંગ વધુ છે.


Related Posts