MS યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. વડોદરામાં વિદ્યાનાં ધામને કલંકિત કરતી બે ઘટના બની છે. MS યુનિ.માં ચાલુ ક્લાસમાં અશ્લીલ ચેનચાળા જોવા મળ્યા. ચાલુ ક્લાસમાં ચુંબનનો વીડિયો વાયરલ થયો છે. તો પાર્કિંગમાં પણ વિદ્યાર્થી વિદ્યાર્થીનીની અશ્લીલ હરકત કેદ થઈ છે. વડોદરામાં વિદ્યાનાં ધામને કલંકિત કરતી ઘટના બની છે. નવરાત્રિમાં ચુંબનની રીલનો વિવાદ હજી માંડ શમ્યો છે, ત્યાં MS યુનિ.માં જાહેરમાં અશ્લીલ ચેનચાળા જોવા મળ્યા છે. એક તરફ, ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને ચુંબન કર્યું હતું. વિદ્યાર્થીઓની અશ્લીલતાનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો આર્ટ્સ ફેકલ્ટીનો હોવાનું અનુમાન છે.તો બીજો વીડિયો કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડીંગ પાસેનો હોવાનું અનુમાન છે. પાર્કિંગમાં વિદ્યાર્થી અને વિધાર્થીની અશ્લીલ હરકત કરતાં જોવા મળી છે. કોઈ શખ્સે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. યુનિ.સત્તાધીશોનાં પાપે વિદ્યાથીઓ છાકટા બન્યાં છેએમ એસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં આ ઘટના બની હોવાનું લાગે છે. પરીક્ષા પહેલા શુક્રવારના રોજ વર્ગખંડમાં ઘટના બની હોવાનું કહેવાય છે. સમગ્ર મુદ્દે આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડો કલ્પના ગવલીએ કહ્યું કે, આ હરકત ચલાવી નહીં લેવાય. શિક્ષાના ધામમાં હરકત કરનાર યુવક યુવતી સામે કાર્યવાહી કરાશે. બંને યુવક યુવતીની ભાળ મળતા જ રસ્ટીગેટ કરવામાં આવશે. મોબાઇલથી વીડિયો બનાવનાર વિદ્યાર્થી સામે પણ કાર્યવાહી કરાશે. પરીક્ષા દરમિયાન સુપરવિઝન કરનાર સ્ટાફને નોટિસ આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે, અગાઉ વડોદરામાં ગરબા ગ્રાઉન્ડ પર ત્રણ કપલ દ્વારા કિસ કરવામાં આવી રહ્યો હોવાના વીડિયો વાઇરલ થયા હતા. તો સુરતમાં ડુમસ રોડ ખાતે આવેલી એક નવરાત્રિમાં સોફા પર બેસીને કપલ દ્વારા બીભત્સ ચેનચાળા કરવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. ત્યારે હવે ગુજરાતમાં આ પ્રકારના જાહેરમા ચેનચાળા અને અશ્લીલતા વધી રહી છે. જે સમાજ માટે એલાર્મિંગ સ્થિતિ છે.