શનિ-મંગળ-સૂર્યની કૃપાથી ખુલી જશે તિજોરીઓ! 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ, સુખ-સમૃદ્ધિમાં આળોટશો

By: Nation Gujarat Team
18 Jul, 2026

પવિત્ર શ્રાવણ મહિનો આ વખતે જ્યોતિષ દ્રષ્ટિકોણથી ખુબ મહત્વનો રહેવાનો છે. દેશના અનેક ભાગોમાં શ્રાવણ મહિનો વહેલો શરૂ થશે જે 30 જુલાઈથી શરૂ થઈ 28 ઓગસ્ટે પૂરો થશે જ્યારે ગુજરાત સહિત અને ભાગોમાં શ્રાવણ મહિનો હિન્દુ વૈદિક પંચાંગ મુજબ આ વર્ષે 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રહેશે. આ વખતે શ્રાવણમાં ત્રણ મોટા ગ્રહો શનિ, મંગળ અને સૂર્યની ચાલમાં મોટો ફેરફાર થવાનો છે. જેની કેટલીક રાશિઓ પર સકારાત્મક અસરો જોવા મળી શકે છે. જેમને બંપર ફાયદો થવાના પ્રબળ સંકેત છે.

મંગળનું ગોચર
2 ઓગસ્ટ 2026ના રોજ રાતે 10.59 કલાકે મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

સૂર્યનો પ્રતાપ
સૂર્ય પોતાની રાશિ સિંહમાં ગોચર કરશે જેનાથી તેમની શક્તિ અને તેજમાં અભૂતપૂર્વ વધારો થશે.

શનિની ચાલ
20 ઓગસ્ટ 2026ના રોજ શનિ દેવ પણ મીન રાશિના રેવતી નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે. જે વૈશ્વિક અને વ્યક્તિગત સ્તરે મોટા ફેરફારના સંકેત છે.

આ ત્રણેય ગ્રહોના ગોચરનો સંયુક્ત પ્રભાવ કેટલીક રાશિઓ માટે ભાગ્ય પલટી નાખનારું અને વરદાનથી કમ નહીં હોય. જાણો તમારી રાશિ છે કે નહીં આ યાદીમાં.

કર્ક રાશિ

  • કર્ક રાશિના જાતકો માટે આ સમય સુખદ સમાચાર લઈને આવી શકે છે.
  • લાંબા સમયથી અટકેલા કાર્યો મહાદેવની કૃપાથી પૂરા થશે.
  • જો તમે તમારા વેપારનો વિસ્તાર કરવા માંગતા હોવ તો આ યોગ્ય સમય છે.
  • કરિયરમાં પ્રગતિ અને આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેત મળી રહ્યા છે.

સિંહ રાશિ

  • સૂર્ય પોતાની રાશિ સિંહમાં આવશે જે સિંહ રાશિવાળા માટે અત્યંત શુભ છે.
  • ધનલાભના પ્રબળ યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રે તમારી નવી ઓળખ બનશે અને પ્રભાવ વધશે.
  • કળા અને શિક્ષણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય કોઈ સફળતાથી કમ નથી.
  • નવા પ્રભાવશાળી લોકો સાથે જોડાવવાની તક મળશે.

ધનુ રાશિ

  • ધનુ રાશિના જાતકો માટે આ મહિનો ખુશીઓની સોગાત લઈને આવી રહ્યો છે.
  • જો તમે વિવાહના બંધનમાં બંધાવવા માંગતા હોવ તો જીવનસાથીની શોધ પૂરી થઈ શકે છે.
  • કરિયરની રેસમાં આગળ રહેશો.
  • નોકરી શોધતા યુવાઓને સારા સમાચાર મળી શકે છે.
  • કૌટુંબિક જીવનમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે.

મીન રાશિ

  • મીન રાશિના જાતકો માટે શનિનું નક્ષત્ર પરિવર્તન વિશેષ લાભદાયી રહેશે.
  • વેપારમાં નવા ભાગીદાર મળવાની સંભાવના છે.
  • આર્થિક સ્થિતિ સુધરવાથી ભૌતિક સુખ સાધન વધશે.
  • પરિવારમાં સકારાત્મક ફેરફાર મહેસૂસ કરશો.
  • ઘરમાં માહોલ સૌહાર્દપૂર્ણ જાળવી રાખજો.

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)


Related Posts

Load more