વિદાય લેતા પહેલા સમગ્ર ગુજરાતને ભીંજવશે મેઘરાજા, તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

By: nationgujarat
15 Sep, 2025

Rain Forecast Gujarat : ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે મેઘરાજા વિદાય લેતા પહેલા સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 17 સપ્ટેમ્બર સુધી 21 થી વધુ જિલ્લામાં અને 18-19 સપ્ટેમ્બરે રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યમાં 30-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે મંગળવારે (16 સપ્ટેમ્બર) ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

17 સપ્ટેમ્બરની આગાહી 

17 સપ્ટેમ્બરે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી શકે છે. 15 થી 17 સપ્ટેમ્બર સુધી 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદની શક્યતા છે.

 

જ્યારે 18-19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ બે દિવસ દરમિયાન 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.


Related Posts

Load more