વહેલી સવારથી શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર, હર હર મહાદેવ નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું

By: Nation Gujarat Team
15 Feb, 2026

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે 15 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ મહાશિવરાત્રિના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે મહાશિવરાત્રિના પાવન પર્વે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે શિવભક્તોનું મહાપૂર ઉમટી પડ્યું છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ ધામે પહોંચી ‘હર હર મહાદેવ’ અને ‘જય સોમનાથ’ના નાદ સાથે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યા છે.

મંદિરના ગર્ભગૃહમાં સોમનાથ દાદાનું સ્વયંભૂ શિવલિંગ તેના મૂળ સ્થાને બિરાજમાન છે. શિવાલયમાં પ્રવેશતા વિશાળ રંગમંડપ જોવા મળે છે, જે ભવ્ય ઘુમટ નીચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે.

દક્ષિણ ગુજરાતમાં આવેલા શિવાલયોમાં બીલીમોરાનું આ મીની સોમનાથ મહાદેવ મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. 108 ફૂટ ઊંચા શિખર અને અદ્ભુત કલાકારીગરીથી સુશોભિત આ મંદિર તેની ભવ્યતા માટે જાણીતું છે.

સોમનાથ મંદિર આજે સવારે 4:00 વાગ્યાથી આવતીકાલે 16 ફેબ્રુઆરી રાત્રે 10:00 વાગ્યા સુધી એમ 42 કલાક દર્શન માટે ખુલ્લું રહેશે, જેથી દેશ-વિદેશથી આવતા ભક્તો નિરાંતે દર્શન-પૂજન કરી શકશે. મહાશિવરાત્રિ દરમિયાન ભગવાન સોમનાથની મહાઆરતી, રુદ્રાભિષેક અને વિવિધ વિશેષ પૂજાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે અને રાત્રિભર ભજન-કીર્તન સાથે ભક્તિનો માહોલ છવાયેલો રહેશે


Related Posts

Load more