લોકસભામાં ફાઈનાન્સ બિલ 2025ને મળી મંજૂરી, 35 સંશોધનો સાથે કરાયુ રજૂ

By: nationgujarat
25 Mar, 2025

Finance Bill 2025: લોકસભામાં આજે 35 સરકારી સુધારાઓ સાથે ફાઈનાન્સ બિલ 2025ને મંજૂરી આપવામાં આવી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સંશોધન સાથેનું ફાઈનાન્સ બિલ 2025 રજૂ કર્યું હતું. લોકસભામાં મંજૂરી મળ્યા બાદ હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.

ફાઈનાન્સ બિલમાં 35 સુધારાઓ પૈકી એક સુધારો ઓનલાઈન જાહેરાતો પર લાગુ 6 ટકા ડિજિટલ ટેક્સ નાબૂદ કરવાની જોગવાઈ સામેલ છે. રાજ્યસભામાં બિલને મંજૂરી મળી તો 2025-25 માટેની બજેટ પ્રક્રિયામાં નવા સુધારેલા ફાઈનાન્સ બિલનો સમાવેશ કરવામાં આવશે. યુનિયન બજેટ 2025-26માં સરકારે કુલ રૂ. 50.65 લાખ કરોડનો ખર્ચ કરવાનો અંદાજ મૂક્યો છે. જે ચાલુ નાણાકીય વર્ષ કરતાં 7.4 ટકા વધુ છે.


Related Posts

Load more