બોલિવૂડ અભિનેતા સોનુ સુદની પત્નીને નડ્યો અકસ્માત, ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ

By: Krunal Bhavsar
25 Mar, 2025

Sonu Sood Wife Accident: બોલિવૂડઅભિનેતા સોનુ સુદની પત્ની સોનાલી સુદની કારને મુંબઈ-નાગપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. જેમાં તે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કારમાં સોનાલી તેની બહેન અને ભત્રીજા સાથે મુસાફરી કરી રહી હતી. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.

કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર

અહેવાલો અનુસાર, સોનાલી સુદનો અકસ્માત સોમવારે મોડી રાત્રે મુંબઈ-નાગપુર હાઇવે પર થયો હતો. તે તેની બહેન અને ભત્રીજા સાથે ક્યાંક જઈ રહી હતી. તેમની કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. જેમાં સોનુ સુદની પત્ની પણ ઈજાગ્રસ્ત થઈ છે. સોનુ સુદે તેની પત્નીની સ્થિતિ વિશે માહિતી આપી અને કહ્યું, ‘તે હવે ઠીક છે. ભગવાનની કૃપાથી તે બચી ગઈ છે.’

સોનાલી સુદ કોણ છે?

અભિનેતા સોનુ સુદની પત્ની લાઈમલાઈટથી દૂર રહે છે. તેમનો જન્મ નાગપુરમાં થયો હતો. તેમણે MBA કર્યું છે. તે હાલમાં નિર્માતા છે. તે ઘર અને બાળકોની પણ સંભાળ રાખે છે. સોનુ સુદ અને સોનાલી સુદને ઇશાંત અને અયાન નામના બાળકો છે.


Related Posts

Load more