લાખોનું દેવું કરીને એર એમ્બ્યુલન્સ બુક કરાવી હતી, પાઈલોટ સહિત 7 લોકોના દર્દનાક મોત

By: Nation Gujarat Team
24 Feb, 2026

સોમવારે એક દર્દનાક ઘટના ઘટી. જ્યાં ઝારખંડના ચતરા જિલ્લામાં રાંચી એરપોર્ટથી એક એરએમ્બ્યુલન્સ ઉડી પરંતુ નિર્ધારિત સ્થળ પર પહોંચ્યા વગર જ તૂટી પડી. આ એર એમ્બ્યુલન્સ વિમાનમાં દર્દી સહિત 7 લોકો સવાર હતા જેમના મોત નિપજ્યા. જ્યારે દર્દી ગંભીર અવસ્થામાં હોય અને એક સ્થળેથી બીજા સ્થળે જલદી પહોંચાડવાના હોય ત્યારે તેમને એર એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે છે. જેથી કરીને ઝડપથી સારી સારવાર મળી શકે. એવું કહેવાય છેકે આ એર એમ્બ્યુલન્સમાં સવાર 7 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. દાઝી ગયેલા દર્દી સંજયકુમારને લઈને આ એર એમ્બ્યુલન્સ દિલ્હી જઈ રહી હતી. એવા પણ સમાચાર છે પરિવારે દર્દીની સારવાર માટે દેવું કરીને એર એમ્બ્યુલન્સ બુક કરી હતી. ડોક્ટરોએ સલાહ આપી કે દર્દીને સારી સારવાર મળે તે માટે થઈને દિલ્હી લઈ જવો જોઈએ. આ માટે પરિવારે 8 લાખની લોન લઈને એર એમ્બ્યુલન્સ બુક કરી હતી.

નાનકડી હોટલ ચલાવતો હતો દર્દી
જે વ્યક્તિની સારવાર માટે લઈ જવાઈ રહ્યો હતો તે સંજયકુમાર ચંદવા કસ્બામાં પોતાની એક નાનકડી હોટલ ચલાવતા હતા. સોમવારે હોટલમાં આગ લાગી જે શોર્ટ સર્કિટથી લાગી હોવાનું કહેવાય છે અને આ આગમાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. પહેલા તેમની સારવાર રાંચીના દેવકમલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી પરંતુ સ્થિતિ બગડતા તેમને દિલ્હી લઈ જવાની સલાહ આપવામાં આવી અને ત્યારબાદ સારી સારવારની આશામાં પરિવારે 8 લાખ ખર્ચો કરીને એર એમ્બ્યુલન્સ બુક કરી. આ માટે પરિવારે લોન અને અન્ય સંબંધીઓ પાસે પૈસા ઉધાર લીધા હતા. પરંતુ એર એમ્બ્યુલન્સ ઉડાણ દરમિયાન હવામાન બગડ્યું. ભારે પવન અને ખરાબ વિઝિબિલિટીને કારણે વિમાને સંતુલન ગુમાવ્યું અને સિમરિયાના ગાઢ જંગલમાં તૂટી પડ્યું. અકસ્માત  ખુબ ભીષણ અને દર્દનાક હતો. કોઈને બચવાનો પણ સમય ન મળ્યો.

એક જ પરિવારના 3 લોકોના મોત
આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના જીવ ગયા જેમાં દર્દી સંજયકુમાર, પત્ની બસંતી  દેવી અને  ભાણીયો ધ્રુવ સામેલ છે. આ ઉપરાંત વિમાનના પાઈલોટ સ્વરાજ દીપ સિંહ, સહ પાઈલોટ વિવેક, ડોક્ટર વિકાસકુમાર ગુપ્તા અને નર્સિંગ સ્ટાફ સચિનકુમાર મિશ્રાએ પણ જીવ ગુમાવ્યા. સ્થાનિકોનું કહેવું છે કે સંજયનો પરિવાર સામાન્ય છે અને આ રકમ દેવું કરીને ઊભી કરાઈ હતી. જેમાં સાવાર માટે પહેલેથી લાખો રૂપિયાના દેવામાં ઉતર્યા હતા.

વિમાન સાંજે 7.11 કલાકે ટેકઓફ કરી ગયું હતું. સંજય તેમના પત્ની અર્ચના દેવી, સંબંધી  ધ્રુવકુમાર, ક્રિટિકલ કેર ડોર્ટર વિકાસ કુમાર ગુપ્તા. પેરામેડિક સચિન કુમાર મિશ્રા અને બે પાઈલોટ કેપ્ટન વિવેક વિકાસ ભગત અને કેપ્ટન સ્વરાજદીપ સિંહ સવાર હતા. માત્ર 23 મિનિટ બાદ કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલથી વિમાનનો સંપર્ક તૂટ્યો. અને સિમરિયાની હદમાં જંગલોમાં તૂટી પડ્યું. સાતેય લોકોના મોત નિપજ્યા.

પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. DGCA અને AAIB હાલ ઘટનાની તપાસ કરી રહ્યા છે. બ્લેક બોક્સ મળ્યા બાદ કારણ જાણી શકાશે.


Related Posts

Load more